• રકમની લેતી દેતી ખંભાતના ખાતર કૌભાંડ સાથે સંકળાયેલ હોવાનું પ્રાથમિક અનુમાન
  • ACB એ અચાનક છાપો મારી લાંચીયા પોલીસ કર્મીને મોટી રકમની લાંચ લેતા રંગે હાથ પકડતા ચકચાર મચી

#Anand - વર્ષની આખરી રાત્રે રાજ્યમાં ACBની સૌથી મોટી ટ્રેપ, RR સેલનો હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતો ઝડપાયો

WatchGujarat. આણંદ જિલ્લામાં ACB રાજ્યમાં વર્ષની સૌથી મોટી રેડ કરી હતી. ગત રાત્રે આણંદ ACB (એન્ટી કારપશન બ્યુરો) કચેરીએ તપાસ નો ધમધમાટ જોવા મળ્યો હતો. ACB હાલ મોટા કૌભાંડની શક્યતાઓને લઈ ને વધુ તાપસ કરી રહી છે. એક હેડ કોન્સ્ટેબલ કૌભાંડીઓનું કારસ્તાન દબાવવા લાખોની રકમની માગણી કરવામાં આવી હતી. તે ખુલ્લું પાડવા માટે ACB અધિકારીઓ રાત્રીના ઉજાગરા કાર્ય હતા. પોલીસ બેડામાં ACB ની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે. #Anand

ACB એ અચાનક છાપો મારી લાંચીયા પોલીસ કર્મીને મોટી રકમની લાંચ લેતા રંગે હાથ પકડતા ચકચાર મચી છે. પોલીસ અને રાજકારણીઓના ફોન રણકી ઉઠ્યા છે. રૂ.50 લાખ ઉપરાંતની રકમની લાંચ લેતા ACB એ આર આર સેલના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે. વિદ્યાનગર સ્થિત તેઓની દુકાનેથી જ ACB એ આ લંચિયા પોલીસ કર્મીને દબોચ્યો છે. આ હેડ કોન્સ્ટેબલ પોલીસ બેડામાં મોટા અધિકારીઓનો મોટો વહીવટદાર હોવાની માહિતી જગ જાહેર છે. #Anand

પ્રાથમિક માહિતી અનુસાર, રકમની લેતી દેતી ખંભાતના ખાતર કૌભાંડ સાથે સંકળાયેલ હોવાનું  અનુમાન છે. મહત્વનું છે કે આ ઓપરેશન આણંદ, ખેડા અને અમદાવાદ એસીબી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.

More #Anand #ACB #caught #corrupted #police #constable #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud