• કંપની દ્વારા 8 વર્ષ સુધી ટેક્સની ભરપાઈ નહિ કરી કંપની પણ બારોબાર વેચી દીધી
  • કંપનીના 4 ડિરેકટરો વિરુદ્ધ રાજ્ય વેરા નિરીક્ષકે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • રેર કેસમાં નોંધાતી ફરિયાદમાં 2010 બાદ વધુ એક ફરિયાદ અંકલેશ્વર પોલીસ મથકે નોંધાઈ

WatchGujarat. અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલે સરકાર ને જ ₹ 33.37 કરોડનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. કંપની દ્વારા 8 વર્ષ સુધી ટેક્સની ભરપાઈ નહિ કરી કંપની પણ બારોબાર વેચી દીધી હોવાનું સ્થળ તપાસમાં બહાર આવ્યું છે. કંપનીના 4 ડિરેકટરો વિરુદ્ધ રાજ્ય વેરા નિરીક્ષકે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

રાજ્ય વેરા નિરીક્ષક GST વિભાગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, 5 એપ્રિલ 2006 થી અંકલેશ્વરની આકાંક્ષા પેપર મીલ કંપની કેન્દ્રીય કાયદાઓ હેઠળ ડ્રાફ્ટ પેપર અને બોર્ડ બનાવવાનો ધંધો કરી રહી હતી. નોંધણી નંબરના આધારે સરકારને વેરો ઉઘરાવવાની પુરેપુરી સત્તા હતી. જેમાં ઉઘરાવેલ વેરા પૈકી સરકારે નિયત સમયમાં વેરો ,વ્યાજ તેમજ દંડ ની આકારણી ભરવાની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની હોય છે.

જોકે ડિરેકટરો દ્વારા 2008-થી 2014 સુધીમાં કુલ ₹ 33.39 કરોડની  રકમ ભરપાઈ કરવાની બાકી રાખી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. વારંવાર ટેક્ષ ભરપાઈ કરવા અંગે નોટીસ સહિત જરૂરી કાયદારી રાહે તમામ કામગીરી કરવા છતાં કંપનીના 4 ડાયરેક્ટરો આજદિન સુધી ટેક્ષ ભરપાઈ ન કરતા અંતે GST ના રાજ્ય વેરા નિરીક્ષક ભરત રાદડિયા દ્વારા અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો છે.

આકાંક્ષા પેપર મીલના ડિરેક્ટર સુરત પલસાણા ખાતે રહેતા ચીમન કરસન પટેલ ,જેકીશન ઠાકોરભાઈ પટેલ , કેતનકુમાર ચીમનભાઈ પટેલ અને કામરેજના મોહમ્મદ શોએબ ઇસ્માઇલ શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ 2003 ની ધારા 85(1) એફ, 85 (2) એફ, (જે) એન એસ હેઠળ ગુનો નોંધી 4 ડિરેક્ટરોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Gujarat, Ankleshwar Akanksha paper mill didnt paid GST of Rs. 33.37 crores

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud