મુંબઈની JSW સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના માર્કા લગાવી પતરાનું ડુપ્લિકેશન કરાતુ
GIDC પોલીસે ₹ 2.70 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
WatchGujarat અંકલેશ્વર GIDC માંથી ડુપ્લિકેટ પતરા બનાવતુ કારખાનું ઝડપાયું હતું. રૂપિયા 1.20 લાખથી વધુનો પતરાનો જથ્થો મળ્યો હતો. મુંબઈની JSW સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના માર્કા લગાવી પતરાનું ડુપ્લિકેશન કરાતુ હતી. GIDC પોલીસે રૂપિયા 2.70 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇંડોકેમ કમ્પાઉન્ડમાં ડુપ્લિકેટ પતરા બનાવતુ કારખાનું ઝડપી પાડી રૂપિયા 2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇંડોકેમ કમ્પાઉન્ડમાં બનાવવામાં આવી રહ્યાં છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર મંગલ ઉર્બાદત્ત પાંડેએ બાતમી વાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યાં જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના ડુપ્લિકેટ માર્કા લગાડી વેચાતા પતરા મળી આવ્યા હતા.
પોલીસે રૂપિયા 1.20 લાખથી વધુનો પતરાનો જથ્થો અને મશીન મળી કુલ રૂપિયા 2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સુરતના અમરોલી રોડ ઉપર આવેલ સાંઈ રેસિડેન્સીમાં રહેતા સુરેશ વાછાણીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
JSW દેશમાં કોટેડ પતરા બનાવતી નામાંકિત કંપની છે જેના મારકા, કોપી રાઈટ, વેપારી અને ઉધોગ નીતિઓ નો ભંગ કરી અંકલેશ્વરમાં ગેરકાયદે આ કંપનીના પતરા બનાવવાનો બોગસ વેપલો ધમધમતો હતો. પોલીસે કેટલા સમયથી આ કંપની કાર્યરત હતી અને ગુજરાત સહિત અન્ય કેટલા સ્થળે સામાન મોકલાતો હતો, સાથે જ આ રેકેટમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ આરંભી છે.