• શહેર પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતક રાહદારી મહિલાની ઓળખ છતી કરવા પરિજનોની શોધખોળ આરંભી
  • અકસ્માત સર્જક ઇકો કાર ચાલકને પણ ઝડપી પાડવા ચક્રોગતિમાન
  • નવા રેલવે ઓવરબ્રિજ ઉપર ફુટપાટ ન હોવાથી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો સ્થાનિકોનો રોષ

WatchGujarat. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે માત્ર 5 સેકન્ડમાં રાહદારી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CCTV ફૂટેજમાં માત્ર 5 સેકન્ડમાં પૂરપાટ આવતી ઇકો કાર એ મહિલાને અડફેટે માં લઇ હવામાં ફંગોળી દીધી હતી. જેનું સર્વિસ રોડ પર પટકાતા ગંભીર ઇજા ના પગલે મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ થઇ નથી ત્યારે ગડખોલ બ્રિજ આજુબાજુ રાહદારી માટે ફુટપાટ કે બ્રિજ પર ફુટપાટના હોવાથી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનું સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.

અંકલેશ્વર – ભરૂચ રોડ પર આવેલા ગડખોલ પાટિયા પાસે રેલવે ફાટક પાસે નવ નિર્મિત ટી બ્રિજના સર્વિસ રોડ ઉપરથી 45 વર્ષીય મહિલા પસાર થઇ રહી હતી. દરમિયાન પાછળથી એક પુરપાટ ઇકો કારએ તેને ટક્કર મારી હવામાં ફંગોળી હતી.

મહિલા 5 થી 6 ફૂટ હવામાં ફંગોળાયા બાદ રસ્તા ઉપર પટકાઈ હતી. ગંભીર ઇજાના પગલે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જક ઇકો કાર ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં માત્ર 5 સેન્કડમાં જ રાહદારી મહિલા જીવ ગુમાવ્યો હોવાનો હચમચાવતો વિડિયો જોવા મળ્યો હતો.

ફરાર ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અંકલેશ્વર શહેર PSI ઝેડ. આઈ. શેખ એ તપાસ આરંભી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે. સાથે જ મૃતક રાહદારી મહિલાની ઓળખ છતી કરવા તેના પરિજનોની ભાળ મેળવાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud