• પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતા વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર હવે લોકોના પ્રશ્નને વાચા આપવામાં વ્યસ્ત
  • ધો. 10 સુધી અભ્યાસ કરનાર સુનિલ વસાવાના પિતાનું 5 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, ભાજપ સાથે જોડાયેલા હતા

WatchGujarat પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતો અંકલેશ્વરનો યુવાન હવે નગર સેવક બનતા પોતાના વોર્ડ 9 માં પ્રજાના પ્રશ્નો હલ કરવા કટિબદ્ધ બન્યો છે. ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઈ છે અને નગર પાલિકાઓ, જિલ્લા પંચાયયો, તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપ પ્રમુખની વરણી સંપન્ન થઈ છે.

અમરેલી જિલ્લાની બગસરા નગર પાલિકામાં ટાયર પંચર બનાવતો યુવાન પરેશ ખીમસુરિયા નગર પાલિકાના પ્રમુખપદે આરૂઢ થયો હતો ત્યારે અંકલેશ્વરમાં પણ એક નગર સેવક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માંથી ભાજપમાંથી ટિકિટ મેળવી 31 વર્ષીય સુનિલ વસાવા નગર સેવક તરીકે ચૂંટાય આવ્યા છે.

સુનિલ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી પતંગની દોરી માંજવાનું કામ કરતા હતા અને તેઓનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો હતો. ભાજપે તેઓને ટિકિટ આપી અને તેઓ વિજેતા બન્યા છે. સુનિલ વસાવાએ ઇ.એન.જીનવાલા સ્કૂલમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા લક્ષ્મણ વસાવાનું 5 વર્ષ પૂર્વે અકસ્માતમાં નિધન થયું હતું ત્યાર બાદ સુનિલ અને તેમનો ભાઈ પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે.

પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન આજે તેમના વિસ્તારના લોકોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત બન્યો છે. સુનિલ વસાવા હવે લોકોના કામ કરવા માંગે છે અને તેમના વોર્ડના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગે છે.

પોતે પતંગની દોરી માંજી વર્ષો વર્ષ કરેલા સંઘર્ષ વચ્ચે પાલિકા માં નગરસેવકના પદ સુધી પહોંચવાની સંઘર્ષભરી સફરમાંથી યુવાન પસાર થયો છે. પોતાના વોર્ડમાં લોકોને પડતી મુશ્કેલી અને તેમની સમસ્યાથી સુનિલ વસાવા સુપેરે વાકીફ છે અને 5 વર્ષની પોતાની ટર્મમાં તે આ કાર્યો ને પ્રાથમિકતા આપવા માંગે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud