• સરકારી કર્મીઓની રૂ. 50 કરોડથી વધુની બે નંબરની આવક શોધી કાઢવામાં આવી
  • વર્ષ 2020માંએન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અપ્રમાણસર મિલકતના કુલ 38 કેસ નોંધ્યા

એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની સરાહનીય કામગીરી : વર્ષ 2020 માં  198 કેસ નોંધ્યા, જાણો વધુ

WatchGujarat. ACBએ 2020ના વર્ષ દરમિયાન લાંચના 198 કેસ નોંધીને 307 આરોપીની ધરપકડ કરી હતી.એ સિવાય અપ્રમાણસર મિલકતના 38 કેસ નોંધીને જાહેરસેવકોની 50 કરોડથી વધુની રકમ શોધી કાઢી હતી. એ સિવાય એસીબીએ 174 કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ACBએ અલગ અલગ ઠેકાણે લાંચ લેવાના કુલ 198 કેસ નોંધ્યા હતા, જેમાં કુલ 307 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં 7 ક્લાસવન અધિકારી, 41 ક્લાસ ટૂ, 159 ક્લાસ થ્રી, 3 ક્લાસ ફોર અને 97 ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે.

2020ના વર્ષમાં ACB એ અપ્રમાણસર મિલકતના કુલ 38 કેસ નોંધ્યા

વર્ષ 2020માં ACBએ અપ્રમાણસર મિલકતના કુલ 38 કેસ નોંધ્યા હતા અને જાહેરસેવકોની કુલ 50.11 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવી હતી, જે આજદિન સુધીનો સર્વોચ્ચ ઐતિહાસિક આંકડો છે, જેમાં 3 ક્લાસ વન અધિકારી, 11 ક્લાસ ટૂ અધિકારી, 24 ક્લાસ થ્રી અધિકારી મળીને 38 આરોપીનો સમાવેશ થાય છે. જાહેરસેવકોએ વસાવેલી અપ્રમાણસર મિલકતો અને બેનામી મિલકતો શોધી કાઢીને તેમની વિરુદ્ધ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત ACBમાં એક આસિસ્ટંટ ડાયરેક્ટરના અધ્યક્ષપદે બાડાની રચના કરવામાં આવી છે.

હેલ્પલાઈનમાં વર્ષ 2020 દરમિયાન કુલ 20 કેસ નોંધાયા

2020ની સાલમાં કન્વિક્શન રેટ 40 ટકા છે, જે અગાઉ કરતાં 17 ટકા વધુ છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1064 હેલ્પલાઈનની સુવિધા દ્વારા 2020માં કુલ 20 કેસ નોંધવામાં આવ્યા હતા. રેગ્યુલર જામીન અરજીમાં 88 કેસ નામંજૂર થયા હતા. અપ્રમાણસર મિલકતના કેસમાં 13 કેસમાં આગોતરા જામીન નામંજૂર થયા હતા, જ્યારે 13 કેસમાં રેગ્યુલર જામીન નામંજૂર થયા હતા.

115 દરખાસ્તમાં ACBની તરફેણમાં ચુકાદો આવ્યો

સુરેન્દ્રનગર ACB ખાતે GSTના ઈન્સ્પેક્ટર ગૌરવ એસ. અરોરા વિરુદ્ધ 75 હજારની લાંચના કેસમાં સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. ઉપરાંત સુપ્રીમ કોર્ટે આરોપીને 10 દિવસમાં ACB ઓફિસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. એ સિવાય ધરપકડ કરાયેલા અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય જિલ્લાના કુલ 275 આરોપી જેલમાં ગયા હતા અને તેઓ 8513 દિવસ જેલમાં રહ્યા હતા. પ્રત્યેક આરોપી સરેરાશ 31 દિવસ જેલમાં રહ્યો હતો. વોઈસ સ્પેક્ટાગ્રાફી ટેસ્ટ કરવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજીઓ સંદર્ભે એસીબીની તરફેણમાં ચુકાદો આવ્યો હતો, જેમાં 165 દરખાસ્તમાંથી 115 દરખાસ્તમાં ACBની તરફેણમાં ચુકાદો આવ્યો હતો, જ્યારે 50 દરખાસ્ત કોર્ટમાં પેન્ડિંગ છે.

256 પોલીસ અધિકારીને કામગીરી બદલ પ્રશંષા પત્ર આપવામાં આવ્યા

ACB દ્વારા 2020ના વર્ષમાં 72 સરકારી વકીલને તથા 126 પોલીસ અધિકારીને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 256 પોલીસ અધિકારીને ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. 27 ઓક્ટોબર 2020થી 29 ઓક્ટોબર 2020 સુધી નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

More #ACB #Anti #corruption #bureau #action #during #2020 #Gujaratinew #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud