• ચૌટાબજારમાં દુકાન ધરાવતા શખ્સે ભાડુ ચુકવવા માટેના પૈસા લઇને રીક્ષામાં બેઠો
  • રીક્ષામાં બેસવા માટે આગળળ પાછળ થવાનું કહી ગઠીયાઓએ રૂપિયા સેરવ્યા
  • આગળ જતા પોલીસ નું બહાનું આપીને શખ્સને ઉતારી મુક્યો
  • સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ 4 લોકોની ધરપકડ કરાઇ

Watchgujarat. સુરતમાં સહારા દરવાજા પાસે રીક્ષામાં બેસેલા યુવકની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રીક્ષામાં સવાર ત્રણ ઈસમોએ 50 હજારની રોકડ ચોરી કરી લીધી હતી. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મહિધરપુરા પોલીસે બાતમીના આધારે 4  ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 50 હજારની રોકડ અને 40 હજારની કિમતની એક રીક્ષા મળી કુલ 90 હજારની મત્તા કબજે કરી હતી. ઉપરાંત ઝડપાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કેશવ પાર્ક સોસાયટી પાસે રહેતા હમીરારામ અસ્લારામ રૂપીજુભાઇ રબારી ચૌટાબજારમાં તેમના બનેવીની કટલરીની દુકાનમાં નોકરી કરે છે. ગત 2 તારીખના રોજ તેઓના બનેવીએ દુકાનનું 50 હજાર ભાડું આપવા માટે તેઓને મોકલ્યા હતા. દરમ્યાન હમીરારામ ખિસ્સામાં 50 હજારની રોકડ લઈને ભાડુ આપવા માટે જતા હતા. તે દરમ્યાન તેઓ સહારા દરવાજા પાસેથી એક રીક્ષામાં બેઠા હતા તે વખતે રીક્ષામાં અગાઉથી સવાર ઈસમોએ આગળ પાછળ ખસવાનું કહી તેઓની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી 50 હજારની રોકડ ચોરી કરી લીધી હતી અને બાદમાં આગળ પોલીસ છે કહી તેઓને રીક્ષામાંથી ઉતારી દીધા હતા. જો કે ખિસ્સામાંથી રોકડની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિધરપુરા પોલીસે બાતમીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

ઝડપાયેલા આરોપીઓનું નામ ભેસ્તાન આવાસ ખાતે રહેતા સરફૂદિન ઉર્ફે સમીર ઉર્ફે ભુરયો આસિફ શેખ, બીજા ઇસમેં અસ્લમ ઉર્ફે મનુ રફીકુદિન કાઝી, ત્રીજા ઇસમેં ભેસ્તાન ચોકડી પાસે રહેતા પવન કુમાર રામપ્રસાદ ગુપ્તા અને ચોથા ઇસમેં અબ્દુલ અઝમત ઉર્ફે અજ્જુ બટન ઉર્ફે ભૂરિયો ઉર્ફે અજુમોડલ કાઝી હોવાનું જણાવ્યું હતું.  પોલીસે આરોપીઓ પાસેથી 50 હજારની રોકડ અને 40 હજારની કિમતની એક રીક્ષા મળી કુલ 90 હજારની મત્તા કબજે કરી હતી. આ ઉપરાંત ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ચારેય આરોપીઓ સામે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે તેમજ એક આરોપી તડીપાર પણ થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud