• સરકારી અનાજના ગોડાઉનમાંથી ચોરી પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો
  • આછોદ ગામે છુટક અનાજ વેચાનાર શખ્સની પણ ધરપકડ
  • તિલક મેદાન સ્થિત ગોડાઉનમાંથી 43 બોરી ખાંડ અને ઘઉંના જથ્થાની ચોરી કરી હતી
Gujarat, Bharuch Police Arrested 2 Accused
Gujarat, Bharuch Police Arrested 2 Accused

WatchGujarat. આમોદના તિલક મેદાન ખાતે આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ખાંડ અને ઘઉંની કુલ 43 બારીની ચોરી કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આછોદ ગામનો એક શખ્સ સરકારી અનાજ છુટક વેચાણ કરતો પોલીસના હાથે ઝડપાઇ જતાં તેની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ લોક સરકાર પ્રમુખ સહિત 4 શખ્સોની સરકારી અનાજમાં ચોરી સંડોવણી બહાર આવતાં પોલીસે ચારેયની ધરપકડ કરી છે.

આમોદ તાલુકામાં આવેલાં તિલક મેદાન ખાતે સરકારી અનાજના ગોડાઉનના મેનેજર બી. વી. વસાવાએ અમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ગોડાઉનમાંથી 50 કિલોની ખાંડની 21 બોરી તેમજ ઘઉંની 50 કિલોની 23 બોરી મળી કુલ 25 હજારથી વધુ મત્તાના અનાજની ચોરી થઇ હતી.

જે અંગે PSI ડી. એ. ક્રિશ્ચિયને તપાસ હાથ ધરતાં આછોદ ગામે રહેતો મહંમદ રફિક આદમ ઉર્ફે બાબુ ભુદરા તેના ઘરમાં સરકારી અનાજનો જથ્થો રાખી છુટક વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળતાં ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડતા તેના ઘરમાંથી સરકારી ખાંડની 21 તેમજ ઘઉંની 13 બોરીઓ મળી આવી હતી.

પોલીસે મહંમદ રફિક સહિત આસીફ ઉમરજી યુસુફ ભુદરાની ધરપકડ કરી તેમની ઉલટ તપાસ કરતાં આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ જકવાન ઉર્ફે જક્કુ સઇદ ઇસ્માઇલ જાલ તેમજ સુહેલ હારૂન ઉર્ફે છોટુ હસન વોરા પટેલે ચોરીની ઘટનાને અંજામ આપી તેમને અનાજ પહોંચાડ્યું હોવાની કબુલાત કરતાં તે બંન્નેની પણ ધરપકડ કરી હતી.

CCTV ફૂટેજમાં બહાર આવી ટેમ્પા અને કારની શંકાસ્પદ ગતિવિધિ

આમોદ નગરના તિલક મેદાન ખાતેના ગોડાઉનમાંથી અનાજ ચોરીની ઘટના બાદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવતાં એક ટેમ્પો તેમજ અન્ય એક કારની શંકાસ્પદ હિલચાલ જણાતાં પોલીસે તેના આધારે પણ તપાસ હાથ ધરી હતી. તપાસના પગલે ટીમે અનાજ ચોરીના કારસામાં વપરાયેલો ટેમ્પો પણ જપ્ત કર્યો હતો.

કોંગ્રેસના લોકસરકાર પ્રમુખ જકવાને અનાજની ચોરી કરાવી હતી

આમોદ  PSI ડી. એ. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, જકવાન ઉર્ફે જક્કુ જાલ અને તેનો સાગરિત સુહેલ હાઉર ઉર્ફે છોટુએ ગોડાઉનમાંથી અનાજની ઘુણોની ચોરી કરાવી હતી. જે બાદ તે અનાજનો જથ્થો વેચવા માટે આછોદના મહંમદ રફિક આદમ ઉર્ફ બાબુ યુસુફ ભુદરા અને આસીફ ઉમરજી યુસુફ ભુદરાને આપ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud