• ભરૂચ નજીક કરજણના હલદરવા ગામના ડ્રાઈવરની ધરપકડ, આછોદનો ભેંસો મંગાવનાર નવાબ વોન્ટેડ
  • ₹4.20 લાખની ભેંસો અને ટેમ્પો મળી કુલ ₹9.20 લાખનો મુદ્દામાલ કબ્જે

WatchGujarat. બકરી ઈદના તહેવારોમાં ગોવંશ, ગોમાંસની ગેરકાયદે હેરાફેરી અટકાવવા અને પશુઓને કતલખાને લઈ જવાતા ઉપર રોક લાવવા ભરૂચ જિલ્લા પોલીસે ડ્રાઇવ હાથ ધરી છે. જે હેઠળ નાઈટ પેટ્રોલિંગમાં રહેલી આમોદ પોલીસે સમની ત્રણ રસ્તા પાસેથી વલણ-પાલેજથી આમોદ ટેમ્પમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતી 21 ભેંસોને બચાવી લીધી હતી.

વલણ-પાલેજ તરફથી આઇસર ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતી 21 ભેંસોને સમની ત્રણ રસ્તા ખાતેથી પેટ્રોલિંગમાં રહેલી આમોદ પોલીસે મુક્ત કરી કુલ ₹ 9.20 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આગામી બકરી ઇદ તહેવાર અનુસંધાને જીલ્લામાં ગૌવંશ તથા ગૌમાંસની હેરાફેરી અને કતલ અટકાવવા પોલીસ દ્વારા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આમોદ પોલીસ શનિવારે નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે, પાલેજ તરફથી એક આઇશર ટેમ્પામાં પશુઓ ભરી આમોદ તરફ લઈ જવાતા હોવાની બાતમી મળી હતી.

સમની ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગમાં શંકાસ્પદ તાડપત્રી બાંધેલી હાલતમાં આઇશર ટેમ્પો નંબર નજરે પડતા તેને ઉભો રાખવામાં આવ્યો હતો. તાડપત્રીની આડમાં ભેંસોની ગેરકાયદે હેરાફેરીનો ભાંડો ફૂટ્યો હતો. જે કરજણ તરફથી આમોદના આછોદ ગામે લઈ જવાતી હોવાનું બહાર આવ્યું હતું.

ટેમ્પામાં 21 ભેંસો ખિચોખિચ દોરડા વડે બાંધી, ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે પશુઘાતકી પણા સહિતના ગુના હેઠળ ડ્રાઈવર નિઝામ દીવાન રહે હલદરવાની ધરપકડ કરી હતી. સાથે ₹4.20 લાખની 21 ભેંસો બચાવી લઈ કુલ 9.20 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આછોદના નવાબ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud