• નબીપુર-પાલેજ વચ્ચે હાઇવે પર હોટલ નજીકથી ગેરકાયદે પંપ અને 2 ટાંકા મળી આવ્યા
  • રાજ્યમાં બાયો ડીઝલની ઠેર ઠેર ખુલી ગયેલી હાટડીઓ પર પ્રતિબંધ છતાં જિલ્લામાં બેરોકટોક વેપલામાં સ્થાનિક પોલીસની સુસ્તી સામે સવાલો

WatchGujarat. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં બાયોડિઝલ પર છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હે પરંતુ ભરુચ જિલ્લાના હાઇવે પર હાલ પણ બાયોડિઝ્લ્નું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. જિલ્લામાં પાલેજથી પાનોલી વચ્ચે 70 કિલોમીટર લાંબા હાઈવેની બન્ને બાજુ કેમિકલ માફિયા અને કૌભાંડીયો દ્વારા ગેરકાયદે ચાલતા બાયોમેડીકલના વેપલા સામે સ્થાનિક જિલ્લા પોલીસ કાર્યવાહી નહિ કરતી હોવાની બુમો ઉઠી રહી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ચાલતી ગેરકાયદે બાયોડિઝલની હાટડીઓ બંધ કરવા આદેશો જારી કર્યા છે તેમ છતાં જિલ્લામાં પ્રતિબંધ વચ્ચે આ વેપલો ધમધમી રહ્યો છે.

બાયોડિઝલના ભરૂચમાં ગેરકાયદે કારોબાર ઉપર ગુરૂવારે ગાંધીનગર CID ક્રાઇમ ત્રાટકી હતી. ભરૂચના પાલેજ અને નબીપુર વચ્ચેથી લાખોની મત્તાનું  ગેરકાયદેસર બાયો ડીઝલ ઝડપી પડાયું છે. પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી બસેરા હોટલની પાસેના કંપાઉન્ડમાં શંકાસ્પદ બાયોડિઝલના ગેરકાયદેસરના પંપ સહિત અંડરગ્રાઉન્ડ ટાંકા મળી આવ્યા હતા. જેમાં 23000 લીટર બાયો ડીઝલ સહિત 2 શંકાસ્પદ ટાંકા મળી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે CID ક્રાઇમ દ્વારા તેને સીલ કરવામાં આવ્યા હતા.

GPCB કે તંત્રની મંજૂરી વગર બાયો ડીઝલ સંગ્રહ કરવામાં આવતું હતું . જેમાં ₹ 19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બાયોડિઝલ પંપ પરથી નિઝામ અબ્દુલ્લ મલપરા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે આ વેપલમાં સંડોવાયેલા અન્ય આરોપીની ભાળ મેળવાઈ રહી છે. પાલેજ પોલીસ મથકે ગાંધીનગર CID ક્રાઇમે ગુનો દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud