• AIMIM ની એન્ટ્રીથી BTP થી અંતર વધારતા સમર્થકો, ત્રીજો ફટકો
  • ઓવૈસી-છોટુ વસાવાનું ગઠબંધન થતા BTP માં ભંગાણની હેટ્રિક વાગી
  • ભારતીય ટ્રાયબલ પાર્ટીની પાંખ એવી ભીલીસ્તાન ટાઇગર સેનાના આગેવાન-કાર્યકરોએ BTP થી છેડો ફાડયો

WatchGujarat BTP એ ઓવૈસીની AIMIM સાથે ગઠબંધન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની જાહેરાત કરવા સાથે ગત રવિવારે અસદુદ્દીન ઓવૈસીની ભરૂચમાં પ્રથમ જાહેર સભા યોજાઈ હતી. બન્ને પાર્ટીના જોડાણથી કોંગ્રેસને જ ફટકો પડવાનો રાજકીય વિશ્લેષકો મત વ્યક્ત કરી રહ્યા છે.

આવા સમયે આ રાજકીય જોડાણ ભરૂચ જિલ્લામાં પણ BTP માં પણ ભંગાણ સર્જી રહ્યું છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે BTP ને ત્રીજો ફટકો પડયો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી છે, ભરૂચ જિલ્લામાં પણ આ વખતની ચૂંટણી રાજકીય પક્ષોનાં જંગ વચ્ચે રસપ્રદ બની છે. ત્યારે તોડજોડની રાજનીતિ પણ ચરમસીમાએ પહોંચી છે. ઝઘડીયાના ધારાસભ્ય અને BTP ના સ્થાપક છોટુ વસાવાના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે, જેમાં ખુદ BTP ની સાથેની પાંખ એવી BTS ના જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા પોતાના 200 જેટલા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

AIMIM સાથે BTP ના ગઠબંધન બાદથી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં BTP નો સાથ ખુદ તેઓની પાર્ટીના આગેવાનો છોડીને જતા હોય લોકચર્ચાઓ પણ ટોક ઓફ ધી ટાઉન બની છે કે, ઓવૈસી સાથેના ગઠબંધનથી નારાજ થઇ પાર્ટીના કેટલાય નેતાઓ BJPમાં જઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે ભાજપ, કોંગ્રેસમાં પણ આગામી ચૂંટણીને જીતવા માટેની રણનીતિ બનાવી છે પરંતુ આ બંને પક્ષોઓ ફૂંકી ફૂંકીને આગળ વધતા હોય તે પ્રકારની સ્થિતિ વર્તમાન સમયમાં જોવા મળી રહી છે.

રાજકીય પક્ષો માટે એક બેઠક અનેક દાવેદારો માથાના દુઃખાવા સમાન સ્થિતીમાં મુક્યા છે ત્યારે ભાજપ,કોંગ્રેસમાં પણ ટીકીટ વહેંચણીની જાહેરાત બાદ અંદરો અંદર ઘમાસાણ ઉભા થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે આગામી ચૂંટણીઓ જીતવા માટે તમામ પક્ષો મજબૂત રણનીતિ બનાવી આગળ વધી રહ્યા છે.

ઝઘડિયા તાલુકા BTS ઉપપ્રમુખે નિલેશ વસાવા એ પણ રાજીનામુ આપ્યું

ભરૂચ જિલ્લા BTS પ્રમુખ સંદીપ વસાવા 200 સમર્થકો સાથે BJP જોડાયા ના થોડા જ કલાકોમાં ઝઘડિયા BTS ઉપપ્રમુખ નિલેશ વસાવા એ પણ સોશ્યલ મીડિયા પર રાજીનામુ ધરી દીધું છે. કાર્યકરોની અવગણનાનું કારણ તેમને આગળ ધર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud