• સોસાયટીના એક બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
  • ગડખોલ પાટિયા પર પણ પોલીસ જોઈ ને ટોળું ભાગ્યું હતું

WatchGujarat. અંકલેશ્વરના રઘુવીર નગર માં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીના એક બંધ મકાન માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોસાયટીના એક મકાન માં લાગેલા સીસીટીવી કેમેરા 5 જેટલા ચોરો ભાગતા નજરે પડ્યા હતા. ગડખોલ પાટિયા પર પણ પોલીસ જોઈને ટોળું ભાગ્યું હોવાની વિગતો સપાટી એ આવી છે.

અંકલેશ્વર શહેરના છેવાડે આવેલ રઘુવીર નગરમાં ગતરાત્રિના 2 વાગ્યામાં 5 જેટલા ચડ્ડી બનિયાનધારીની ગેંગ ત્રાટકી હતી. સોસાયટી માં આવેલ એક બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું. બંધ મકાનમાં ઓફિસ વર્કનો જ સમાન હોવાથી તસ્કરો વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જો આ ગેંગ સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા માં ભાગતા કેદ થઇ જવા પામી હતી. જેમાં એક પછી એક 5 જેટલા ચોર એક પછી એક લાઈન માં ભાગતા નજરે પડ્યા હતા. ઘટના અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે પણ સ્થળ તપાસ કરી હતી.

જો કે ઘટના સંદર્ભે કોઈ જ  પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. પોલીસે સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી હતી. મકાનમાંથી ચોરી ન થતા મકાન માલિક એ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આજ અરસામાં માં એટલે 2.20 વાગ્યાના ઘટના પૂર્વે ગડખોલ પાટિયા પાસે પણ પોલીસને જોઈ ટોળું ભાગ્યું હતું. બનાવ બાદ સ્થાનિક રહીશો માં ડર ફેલાયો હતો તેમના દ્વારા સોસાયટી અંદર ના ભાગો માં પણ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud