PUC માટે લોકોને કતારોમાં ઉભી કરી દેનાર સરકારના જ વાહનો ફેલાવી રહ્યા છે પ્રદૂષણના ધુમાડા
DSO ની કાર કે ધુમાડા છોડતું ફોગીંગ મશીન, વાયરલ વિડીયોથી ધમાચકડી
WatchGujarat વાહનો ના પ્રદુષણને લઈ સરકારે ફરજીયાત PUC હેઠળ ભરૂચ જિલ્લામાં પણ હજારો વાહન ચાલકોને PUC કઢાવવા કતારોમાં ઉભા કરી દીધા હતા. જોકે પ્રદુષણ ઓકતા સરકારી વાહનો સામે સરકાર સક્રિય નહિ હોવાનો કિસ્સો ભરૂચમાં ગુરુવારે બહાર આવ્યો હતો.
ધુમાડાના ગોટ ગોટા છોડતી ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીનું સરકારી વાહન પ્રદૂષણના ધુમાડા છોડતું ફોગીંગ મશીન હેઠળ વાયરલ થેયેલા વિડીયોએ સરકારી તંત્ર સામે કાયદાના અમલ માટે અનેક સવાલો ઉભા કર્યા છે. સરકાર વાહનોમાંથી નીકળતાં ધુમાડાઓને કારણે ફેલાતા પ્રદુષણને રોકવા અવનવા કાયદા અને નિયમો લાવી રહી છે પણ ભરૂચમાં સરકારી ગાડી જ ખુદ પ્રદુષણનો પર્યાય બની છે.
https://twitter.com/WatchGujarat/status/1362383413735346179?s=20
દેશમાં વાહનોની સંખ્યામાં વધારો થતાં વાહનોમાંથી નીકળતાં ધુમાડાઓથી ફેલાતા પ્રદુષણની માત્રામાં વધારો થયો છે. વાહનોના ધુમાડાથી ફેલાતું પ્રદુષણ રોકવા માટે સરકાર નવા કાયદાઓ અને નિયમો અમલી બનાવી રહી છે. વાહનચાલકો માટે પીયુસી પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ખુદ સરકારી ગાડી જ ધુમાડા ઓકતી જોવા મળે તો દરેકના મનમાં વિચાર આવે છે શું બધા નિયમો સામાન્ય માણસો માટે જ છે સરકારી બાબુઓને બધી છુટ છે.
ભરૂચના જિલ્લા પુરવઠા અધિકારીની સરકારી જીપનો વિડીયો દાવાનળની જેમ વાયરલ થઇ રહયો છે. સરકારી ગાડીમાંથી એટલો ધુમાડો નીકળી રહયો છે કે નજીકમાંથી પસાર થતાં લોકોની આંખોમાં બળતરા થાય અને શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઇ શકે. સામાન્ય નાગરિકો પાસે નિયમોનું પાલન કરાવવામાં માહિર તંત્ર આ ઘટનામાં પણ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.