જિલ્લામાં કોરોના બાદ બ્લેક ફંગસ મહામારીના અત્યાર સુધી 63 દર્દીઓ નોંધાયા
અગાઉ ઝનોર અને અંકલેશ્વરના 2 દર્દીના બ્લેક ફંગસ મ્યુકરોમાઇક્રોસીસમાં સુરત-વડોદરા સારવાર વેળા મૃત્યુ થયા હતા
Watchgujarat. ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનો આતંક સમ્યો છે ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી 56 વર્ષીય મહિલાનું મ્યુકરોમાઇક્રોસીસ ( બ્લેક ફંગસ) ને કારણે મોત થયું હોવાનો પ્રથમ કિસ્સો રવિવારે સામે આવ્યો છે. કોવિડ પ્રોટોકલ મુજબ મહિલાના મૃતદેહની કોવિડ સ્મશાનમાં અંતિમ વિધિ કરાઈ હતી.
કોરોનાની અતિ ઘાતક બીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં પણ 100 ઉપર પોહચતા પોઝિટિવ દર્દીઓના આંક વચ્ચે રોજે રોજ મૃત્યુની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હતી. કોરોના માંડ માંડ કાબુમાં આવતા જ બીજી મહામારી પોસ્ટ કોવિડ પેશન્ટમાં બ્લેક ફંગસ મ્યુકરોમાઇક્રોસીસ રોગે માથું ઊંચક્યું હતું.
ભરૂચ જિલ્લામાં બ્લેક ફંગસના દર્દીઓ વડોદરા અને સુરત સહિતની શહેરોમાં સારવાર લઈ રહ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્રના ચોપડે અત્યાર સુધી જિલ્લામાં મ્યુકરોમાઇક્રોસીસના 63 કેસ નોંધાઇ ચુક્યા છે. વડોદરા કે સુરત સારવાર લેતા બ્લેક ફંગસના 63 દર્દીઓ પૈકી ઝનોર અને અંકલેશ્વરના મળી 2 દર્દીઓના મૃત્યુ પણ થયા છે.
રવિવારે ભરૂચ શહેરની પામલેન્ડ હોસ્પિટલમાં બ્લેક ફંગસની સારવાર લેતા 56 વર્ષીય ગોમીબેન વીઠ્ઠલભાઈ વસાવા રહે. શિરોમણી બંગલોઝ, હાંસોટ રોડ, અંકલેશ્વરનું મૃત્યુ થતા જિલ્લામાં સારવાર વેળા મ્યુકરોમાઇક્રોસીસથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
મૃતક મહિલાની કોવિડ સ્મશાનમાં પ્રોટોકલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. મહિલાએ વેકસીન લીધી ન હતી અને આજે જ તે બ્લેક ફંગસની સારવાર માટે દાખલ થઈ હોવાની વિગતો બહાર આવી છે. જો કે, ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યો નહિ હોવાથી મ્યુકરોમાઇક્રોસીસથી મહિલાનું મોત થયું છે કે નહીં તે અંગે જિલ્લાનું આરોગ્ય તંત્ર સત્તાવાર જણાવી રહ્યું નથી.