વરસાદની (Rain) પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, 34 ડિગ્રીથી ગગડી ગરમીનો પારો 29 ડિગ્રી
ભરૂચ શહેરમાં (Bharuch City) પ્રથમ વરસાદે જ નીચાણવાળા વિસ્તારો અને માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને યાતના
[caption id="attachment_1223586" align="aligncenter" width="1280"] Bharuch City Monsoon First Rain[/caption]
Watchgujarat. આકરી ગરમીમાં છેલ્લા કેટલાય સમયથી આભમાંથી અમીજળ વરસવાની ચાતક નજરે રાહ જોતા ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાની આતુરતાનો શુક્રવારે અંત આવ્યો હતો. મોસમનો પહેલો વરસાદ વરસી પડતા શહેરીજનોમાં હરખની હેલી સાથે આબાલ-વૃદ્ધ સૌ કોઇએ મેહુલિયાને મનભરીને માણ્યો હતો. અડધા થી પોણા કલાકમાં માર્ગોને ભીંજવી નાખતા મેહુલિયાથી વાતાવરણમાં (Weather) ઠંડક પ્રસરી જવા સાથે લોકોનાં હૈયે પણ ટાઢક વળી હતી.
ભરૂચ (Bharuch City) શહેર અને જિલ્લામાં શુક્રવારે મોસમનાં પહેલા વરસાદની (Monsoon) ધીમી ધારે પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોને આકરી ગરમી અને ઉકળાટમાંથી રાહત સાંપડી હતી. શહેરની પ્રજાએ મોસમની પહેલી મેઘમહેરને હર્ષભેર વધાવી લીધી હતી. મેઘરાજાના આગમનથી આભમાંથી વરસી રહેલા અમીજળમાં તૃપ્ત થવાનો લોકોએ લહાવો લીધો હતો.
મેહૂલિયાએ અડધાથી પોણા કલાકમાં આકાશી જળ વરસાવી માર્ગોને ભીંજવી દીધા હતા. ભરૂચનાં આંગણે ચોમાસાના આગમનથી ખેડૂતોનાં ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠયાં હતા. મુખ્યમાર્ગો અને વિસ્તારોને પ્રથમ વરસાદે પાણીથી ભીંજવી દેતા વાતાવરણમાં ભીની માટીની સોડમ પ્રસરી ગઇ હતી. સૌથી વધુ નેત્રંગમાં 66 મિમી, આમોદમાં 23, હાંસોટમાં 22, અંકલેશ્વર- જંબુસરમાં 12, વાગરામાં 11, વાલીયામાં 10, ભરૂચમાં 5 જ્યારે ઝઘડિયા તાલુકામાં માત્ર 2 મિમી વરસાદ નોંધાયો હતો.
તાપમાનનો પારો 34 ડિગ્રીથી ગગડીને 29 ડિગ્રી
આકાશમાંથી અમૃતજળ વરસવાનાં કારણે તાપમાનનો પારો ગગડીને 29 ડિગ્રી થઈ ગયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયુ હતું. પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકે 4.6 કિમી ની રહેતા દિવસભર લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ખેડૂતોએે દવાનો પણ છંટકાવ કરવો જોઇએ
ભરૂચ, નર્મદા જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ રહી છે. ખેડૂતોએ પેન્ડામિથાલીન નામની દવાનો છંટકાવ કરવો જોઇએ. જેથી કરી ખેતરમાંથી નિંદામણ દૂર કરી શકાય અને 2 મહિના સુધી કચરુ થાય નહિ. 1200 લિટર પાણીમાં 2 લિટર દવા ખેતરમાં છાંટવી જોઇએ.