• સરકારનો એક તીરે બે શિકાર સિટી બસ સેવા GSRTC ના માધ્યમથી શરૂ કરાઇ જેથી રીક્ષા ચાલકોનો વિરોધ ખાળી શકાય
  • નર્મદા GNFC ચોકડીથી અંકલેશ્વર વચ્ચે 7 બસ સ્ટોપ, ભાડું માત્ર ₹16
  • માસિક પાસમાં 50% કનેકશન
  • દર અડધો કલાકે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બસ આગામી સમયમાં વિદ્યાર્થી પાસ પણ ઇસ્યુ કરાશે
  • વેપારી, નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને અનેક ફાયદો

WatchGujarat. ગુરૂ પૂર્ણિમાથી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે GSRTC દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સિટી બસ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. બન્ને શહેરો વચ્ચે નર્મદા ચોકડીથી અંકલેશ્વર ડેપો સુધી 7 બસ સ્ટોપ અને ભાડું માત્ર ₹16 નિયત કરાયું છે. ભરૂચ – અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ – અંકલેશ્વર વાસીઓને એક નવી ભેટ મળી છે. આ બન્ને શહેરો વચ્ચે આજથી જી.એસ.આર.ટી.સી. દ્વારા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ બન્ને શહેર વચ્ચે જાણે અંતર ઘટી ગયું છે. વર્ષો સુધી ભરૂચ – અંકલેશ્વરની જનતા એ ટ્રાફિક જામની સમસ્યા વેઠી છે ત્યારે આ બ્રિજના નિર્માણ બાદ મોટી રાહત મળી છે. રથયાત્રાના દિવસે બ્રિજના લોકાર્પણ બાદ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ – અંકલેશ્વર વાસીઓને નવી ભેટ આપવામાં આવી છે. આ બન્ને શહેરો વચ્ચે જી.એસ.આર.ટી.સી. દ્વારા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજરોજ રાજ્યના વહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના જીલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, જીલ્લા પંચાયતના બાંધકામ શાખાના ધર્મેશ મિસ્ત્રી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  અંક્લેશ્વર GIDC બસ ડેપો ખાતેથી આ બસ શરુ કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે દર અડધા કલાકે આ બસ દોડશે. સવારે 6.30 કલાકથી આ બસ સેવા શરુ થશે જે રાતે 8.30 કલાક સુધી દોડશે.

ભરૂચ GNFC બસ ડેપો થી અંકલેશ્વર GIDC બસ ડેપો સુધીનું ભાડું 16 રૂપિયા નિયત કરવામાં આવ્યું છે. ઉપરાંત જે મુસાફરો મહિનાનો મુસાફર પાસ લેવા ઇચ્છતા હોય તેઓને 50 ટકા કન્શેશન આપવામાં આવશે. ભરૂચ તેમજ અંકલેશ્વર વચ્ચે 7 સ્ટોપેજ આપવામાં આવ્યા છે જેમાં જી.એન.એફ.સી. બસ ડેપો, એ.બી.સી. સર્કલ, ભોલાવ, શીતલ સર્કલ, ગડખોલ પાટિયા, પ્રતિન ચોકડી તથા જી.આઈ.ડી.સી બસ ડેપોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગને ધ્યાનમાં રાખીને બસના રૂટ વધારવાનું પણ આયોજન છે.

આ બસ સેવાનો પ્રારંભ થતા ભરૂચ – અંકલેશ્વર વચ્ચે અપ ડાઉન કરતા લોકોને મોટી રાહત થશે. સાથે જ સરકારે રીક્ષા ચાલકોનો વિરોધ ડામવા સિટી બસ મુખ્યમંત્રી શહેરી વિકાસ પરિવહન સેવાને ટ્વીન સિટી વચ્ચે વિસ્તરીત કરવાના સ્થાને ST બસો દોડાવી સિટી બસ સેવા શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud