• ગાંધીનગર સેન્ટ્રલ લેબોરેટરીની GPCB ની ટીમ સાથે સ્થાનિક ટીમોને એનાલિસિસ કરી તપાસ કરવા ડો. એમ.ડી.મોડિયાનું સૂચન
  • વાગરા, હાંસોટ અને દહેજ વિસ્તારમાં જવામાં 2,4ડી ની હાજરી જાણવા 10 લોકેશન ઉપર મુકાયેલા સેમ્પલ

WatchGujarat. ભરૂચ જિલ્લાના 4 તાલુકામાં કપાસ સહિત અન્ય પાકોમાં હવામાં રાસાયણિક પ્રદૂષણોના કારણે પાકમાં વિકૃતિને લઈ ખેડૂતોની ઢગલાબંધ ફરિયાદો બાદ મંગળવારે જિલ્લા કલેકટરે વાગરાના કલાદરા ગામના આસપાસના વિસ્તારોના ખેતરોની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ, જંબુસર અને ભરૂચ તાલુકાના આજુબાજુના ગામોમાં કપાસના પાકમાં ફિનોકક્ષી કમ્પાઉન્ડની અસર બાબતની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયા એ વાગરા તાલુકાના કલાદરા ગામના આજુબાજુ વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.

કલેક્ટરએ ક્પાસના પાક ઉપર શેના કારણે અસર થયેલ છે તે જાણવા માટે ખેતીવાડી વિભાગ અને પ્રદૂષણ વિભાગના અધિકારીઓને આ અંગેની તલસ્પર્શી અભ્યાસ કરી જરૂરી તપાસ કરવા સ્થળ પર જ સૂચનાઓ આપી છે. આ અંગેનું એનાલીસીસ ઉંડાણપૂર્વક થવું જોઈએ તેમ પણ જણાવ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સેન્ટ્રલ લેબોરેટરી ગાંધીનગર ખાતેથી આવેલી ટીમ સાથે સ્થાનિક ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા અને હાંસોટ તાલુકાના કેટલાંક ગામો તેમજ દહેજ વિસ્તારમાં 2,4ડીની હવામાં હાજરી છે કે નહીં તે ચકાસવા 10 જેટલાં લોકેશન પર સેમ્પલર મુકેલા છે.

પાકમાં ઉદ્યોગોના કારણે ઉભા થયેલા સંકટની તપાસમાં કલેક્ટર સાથે પ્રાંત અધિકારી SDM એન.આર.પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ તેમજ ખેતીવાડી અધિકારીઓ જોડાયા હતા. પાકના જરૂરી સેમ્પલો લઈ તેને ગાંધીનગર જીપીસીબીની લેબમાં પરીક્ષણ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud