• ભરૂચ પાલિકાનું ₹129.75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર
 • કોંગ્રેસના કોપી – પેસ્ટ બોગસ બજેટના આક્ષેપ વચ્ચે ઘણા મુદ્દે શાસક – વિપક્ષ વચ્ચે ચકમક
 • નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા એ બજેટને સર્વાંગી વિકાસ વાળું ગણાવ્યું
 • AIMIM ના 1 કોર્પોરેટરે પણ પોતાના વોર્ડમાં સમસ્યાઓ અને કામો ને લઈ તડાફડી બોલાવી હોશ ખોઈ જોશ દેખાડ્યો

WatchGujarat ભરૂચ પાલિકા દ્વારા પાલિકાની ચુંટણી બાદ મળેલી પ્રથમ સભામાં 2021-22 નું બજેટ જાહેર કરવામાં આવ્યુ હતુ. સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષસ્થામાં યોજાઈ હતી. બજેટની આ સામાન્ય સભામાં ₹8.67 કરોડની પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ હતું.

બજેટ સભામાં એજન્ડા મુજબના કામકાજની શરૂઆત થાય તે પહેલા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ દ્વારા આ બજેટને કોપી પેસ્ટ બોગસ બજેટ ગણાવ્યું હતું . બજેટની ચર્ચાઓ દરમ્યાન શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે ઘણા મુદ્દે ચકમક જરી હતી. સભામાં વિપક્ષે વધુ આક્રમકતા દર્શાવી હતી ત્યારે 3 જેટલા મુદ્દાઓમાં ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ દરમ્યાનગીરી કરવી પડી હતી .

તે સાથે સામાન્ય સભામાં સામાન્ય સભાના ગરિમાને લાંછન લાગે તેવા દ્રશ્યો સર્જાયા હતા . સામાન્ય સભામાં કુલ ₹8.67 કરોડની પુરાંતવાળુ બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ. બજેટ સર્વાનુમતે પસાર કરાયુ હતુ. શાસક પક્ષ તરફથી આ બજેટને કરવેરા વગરનું અને ભરૂચના વિકાસનું સર્વાંગી બજેટ કહેવાયુ હતુ.

ભરૂચ પાલિકાનું ₹ 129.75 કરોડના બજેટને સર્વાનુમતે મજુંર કરવામાં આવ્યા વચ્ચે વિવિધ મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસ અને AIMIM ના એક માત્ર કોર્પોરેટરે પોતાના વોર્ડમાં વિવિધ સમસ્યાઓ અને વર્ષોથી હલ ન થયેલા કામો અંગે અગ્ર રજૂઆતો કરી જોશમાં હોશ ખોયો હતો. પાલિકાના નવનિયુક્ત યુવા પ્રમુખ અમિત ચાવડા એ તમામ 44 સભ્યો પોતાના જ હોવાનું અને આગામી સમયમાં વિકાસના તેમજ પૂર્ણ નહિ થયેલા તમામ કામોને પ્રાથમિકતા આપવાનું કહ્યું હતું.

ચૂંટણી બાદની પ્રથમ બજેટ સભામાં BJP ના જુના સભ્યો પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શાસક પક્ષના નેતા રાજશેખર દેશાનવર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશ સુથારવાલા, હેમેન્દ્ર પ્રજાપતિ, કોંગ્રેસના પીઢ કોર્પોરેટરો સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકર એ ભાગ લઈ વિવિધ મુદ્દે અને સમસ્યા ઓ અંગે પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા સાથે તેના જવાબો આપી ભાગ લીધો હતો. પ્રમુખએ એપ્રિલમાં બીજી સભામાં તમામ સમસ્યાઓ અને પ્રજાકીય મુદ્દાઓનું સમાધાન લાવવાની ખાતરી અપાઈ હતી. જ્યારે પ્રથમ વખત કોર્પોરેટર બનેલા અન્ય સભ્યો માત્ર મુકપ્રેક્ષક તરીકે જ નજરે પડ્યા હતા.

ભરૂચ પાલિકાનું કુલ રૂપિયા 129.75 કરોડના સર્વાનુમતે દોઢ કલાક ચાલેલી સભામાં મજૂર કરાયેલા બજેટમાં વિરોધ પક્ષ કોંગ્રેસે પાલિકા માથે નર્મદા નિગમ સહિતના ₹30 કરોડના દેવાનો અહમ પ્રશ્ન ઉજાગર કરાયો હતો.

ક્યાંથી રૂપિયા આવી ક્યાં જશે

 • ₹35.07 કરોડ ઉઘડતી સિલક
 • ₹23.07 કરોડ કરવેરાની આવક
 • ₹52.60 લાખ ખાસ અધિનિયમથી ઉપજ
 • ₹1.31 કરોડની ભાડા પટ્ટાની આવક
 • ₹4.50 કરોડ પરચુરણ આવક
 • ₹21.42 કરોડ મહેસુલી આવક
 • ₹40.15 કરોડ ગુ. મ્યુ. ફા. બોર્ડ ની ગ્રાન્ટ
 • ₹3.70 કરોડ ઉપલક હિસાબો
 • ₹ 129.75 કરોડની કુલ આવક

અંદાજીત ખર્ચ

 • ₹13.07 કરોડ સામાન્ય વહીવટી ખર્ચ
 • ₹1.62 કરોડ પ્રજાકીય સુખાકારી ખર્ચ
 • ₹11.78 કરોડ જનરલ કન્ઝર્વન્સી ખર્ચ
 • ₹2.31કરોડ હોસ્પિટલ અને દવાખાના ખર્ચ
 • ₹20.05 લાખ જાહેર બગીચા
 • ₹2.15 કરોડ જાહેર કામો
 • ₹2.06 કરોડ પરચુરણ
 • ₹70 લાખ શિક્ષણ
 • ₹117.36 કરોડ કુલ ખર્ચ

નર્મદા કાંઠે વસેલા ભરૂચના માથે પાણીનું ₹28 કરોડનું દેવું

ભરૂચ નગર પાલિકા ગુજરાતમાં સૌથી વધુ સમય લોકોને પાણી પુરવઠો પૂરો પાડે છે. નર્મદાના નીર રાજ્યના ખૂણે ખૂણે પોહચ્યા હોવા છતાં ભરૂચ પાલિકાના માથે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી મેળવવા માટે મહિને ₹50 થી 55 લાખ તોતિંગ ખર્ચ વેઠવો પડે છે. જિલ્લાની પ્રજા પાસેથી પાણી વેરો વધારી ₹900 કરાયો હોવા છતાં ખર્ચ સામે આવક ટાચી પડે છે. જે ડાઉન સ્ટ્રીમમાં પાલિકા અને રાજ્ય સરકાર પાણી ખર્ચ માફ કરાવવામાં નિષફળ નીવડી હોવાનો આક્ષેપ વિપક્ષે ક્રર્યો છે.

પ્રથમ બજેટ સભામાં ક્યાં મુદ્દે તડાફડી

 • રસ્તાના પેચ વર્ક
 • ડોર ટુ ડોર ગરબેજ કલેક્શન
 • નિયમિત તમામ વોર્ડમાં સફાઈ
 • પશ્ચિમ વિસ્તારને વર્ષોથી અન્યાય અને ઉપેક્ષા
 • સ્ટ્રીટ લાઈટ સારસંભાળ
 • પાલિકા વેક્યુમ ક્લીનર સામે ખાનગી ઓપરેટરોને ઘી કેળા
 • અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાના પ્રશ્નોમાં રસ નથી
 • વિકાસ અને જાહેર સુખકારીના નવા કામો કે આયોજન નહિ
 • પાણી, સફાઈ, મિલકત વેરો ભરવા છતાં ભરૂચની પ્રજાને સુવિધાઓ નહિ
 • જાહેર શોચાલયોમાં માત્ર 5 ફૂટના ખાળકુવા

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud