• નબીપુર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
  • ઘટનાને પગલે સિતપોણ ગામમાં ચકચાર મચી જવા પામી

WatchGujarat ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામના જુના ભીલ વાડા ખાતે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. જમવાનું પસંદ ન પડતા ઝઘડો કરી પ્લાસ્ટિકની પાઇપ વડે પતિએ માર મારતા પત્ની મોતને ભેટી હતી.

બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના સિતપોણ ગામ ખાતેના જુના ભીલવાડા વિસ્તારમાં રહેતી શાંતાબેન રમેશ વસાવા, ઉં.વ 45 તેના પતિ રમેશ વસાવા જોડે જમવા બાબતે તકરાર થઇ હતી, જે બાદ ઉશ્કેરાયેલા રમેશે તેની પત્ની શાંતાને પ્લાસ્ટિકના પાઇપના ફટકા મારી તેને જમીન પર ઘસરી જઈ ધિક્કા પાટુનો માર મારી શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ઇજાગ્રસત શાંતા વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ઘટના અંગેની જાણ નબીપૂર પોલીસ મથકે થતા પોલીસે સ્થળ પર દોડી જઇ હુમલો કરનાર શાંતા વસાવાના પતિ રમેશ વસાવાની ધરપકડ કરી હતી. હાલ મામલે નબીપૂર પોલીસે મૃતક શાંતા બેનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી સમગ્ર મામલે રમેશ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સિતપોણ ગામ ખાતે સામાન્ય બાબતે થયેલ આ હત્યાની ઘટનાના પગલે ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામ્યો હતો, અને હત્યારા પતિની બહેરેમી પૂર્વક મારમારવાની કરતૂતો સામે લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud