Special 26 નો ફિલ્મી કિસ્સો રિયલમાં, ભરૂચ ઝાડેશ્વરના સુંદરમ ઝવેલર્સને ત્યાં કાર લઈ આવેલા યુવાને સોનાની ખરીદીના નામે લાખોનો ખેલ ખેલ્યો
લાયસન્સ અને સોનીનું પ્રુફ માંગી, આભૂષણો ખરીદ્યા બાદ NEFT ના નામે ચુનો ચોપડ્યો
10 મિનિટમાં જ સોનાની ચેઇન અને 2 કપલ રિંગ ખરીદ્યા બાદ ₹2 લાખ NEFT થી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલ્યો
જવેલર્સે બેંકમાં પૂછતાં 2.30 થી 3 કલાકમાં NEFT ના નાણાં જમા થતા સમય લાગે તેમ જણાવ્યું
જોકે 1 ₹ પણ જમા ન થતા IT અધિકારીના નામે ઠગાઈની સોનીની ફરિયાદ
જવેલર્સના શોરૂમમાં CCTV માં ઠગની તમામ ગતિવિધિઓ કેદ
WatchGujarat ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ જ્વેલર્સના માલિકને અક્ષયકુમારની Special26 ફિલ્મી સ્ટાઇલમાં સૂટ બુટમાં કારમાં આવેલા યુવાને InCome-Tax ડિપાર્ટમેન્ટમાંથી આવતો હોવાનું જણાવી, ઈમ્પ્રેસ કરી સોનાના આભૂષણો ખરીદી NEFT ના નામે ₹2 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો રિયલ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભરૂચમાં ગુરુવારે બપોરે 1.30 વાગ્યાના સુમારે ઝાડેશ્વર રોડ પર આવેલા શ્રીનિકેતન પ્લાઝા માં સ્થિત સુંદરમ જવેલર્સમાં સ્વીફ્ટ કારમાંથી સૂટ બુટમાં એક 28 થી 30 વર્ષનો યુવાન ઉતર્યો હતો. ભેજાબાજે યુવાને તેની ઓળખ ઈન્કમટેક્ષ ઓફિસમાંથી આવું છું તેમ જણાવી તેને સુંદરમ જ્વેલર્સના માલિક સુનિલભાઈ પાસે દુકાનના પેપર્સ તેમજ લાઇસન્સ જોવા માંગ્યા હતા. આયકર વિભાગનું નામ પડતા અને સૂટબુટમાં આવેલા યુવાનથી જ્વેલર્સના માલિક ઈમ્પ્રેસ થઈ ગયા હતા. ભેજાબાજ ને દુકાનનું લાયસન્સ જવેલર્સે બતાવ્યું હતું.
ભેજાબાજ એટલો સાતીર હતો કે, જ્વેલર્સના માલિક ને કોઈ શક ન જાય તે માટે વાતો કરી તેમને વિશ્વાસ અપાવતો કે મારે તમારી જોડે થી એનામેન્ટસ લેવા છે. સુટબુટમાં આવેલ ભેજાબેઝ એ જ્વેલર્સના માલિક પાસે સોનાના દાગીના જોવા માંગ્યા તે દરમિયાન તેને 2 કપલ વીંટી તેમજ 1 સોનાની ચેઇન માત્ર 10 મિનિટમાં જ વાતો વાતોમાં પસંદ કરી બહાર કઢાવી હતી.
આગળ આભૂષણો નું કુલ પેમેન્ટ કેટલું થાય છે તેનું બિલ પેમેન્ટ ચૂકવવા માટે જ્વેલર્સના માલિક પાસે બેંકની ડિટેઇલ માંગી હતી. ₹ 2 લાખનું પેમેન્ટ NEFT દ્વારા કરી આપું છું, તેવું IT ઓફિસર બનીને આવેલ ભેજાબાઝે કહી, પોતાના મોબાઇલમાં સુંદરમ જ્વેલર્સના માલિકને ₹2 લાખનો NEFT નો બોગસ સ્ક્રીનશોટ મેસેજ બતાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, તમારા ખાતામાં પેમેન્ટ જમા થઈ ગયું છે તમે બેન્કમાં તપાસ કરી લો. તેઓ વિશ્વાસ અપાવી સુટબુટ માં આવેલ ભેજાબાજ 2 લાખ ઉપરાંતના સોનાના દાગીના લઈને રફુચક્કર થઇ ગયો હતો.
સુંદરમ જ્વેલર્સના માલિકે બેન્કમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, NEFT 2.30 થી 3 કલાક પછી જમાં થાય છે. સમય વિતી જવા છતાં એકાઉન્ટમાં NEFT દ્વારા નાણાં નહિ આવતા જ્વેલર્સના માલિક સુનિલભાઈને ભાન થયું કે swift ગાડી અને શુટબુટમાં આવેલ ઇન્કમટેક્ષ ઓફિસર નહીં પરંતુ ભેજાબાજ ઠગ હતો. જવેલર્સ સુનિલભાઈ એ 2 લાખ ઉપરાંતની મત્તાથી ભેજાબાજ ઠગાઇ કરી ગયો છે જે નો અહેસાસ થતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ દુકાનમાં લગાવેલ CCTVમાં કેદ થઈ જવા પામ્યા છે,જે મેળવી પોલીસે તપાસ શરૂ કરી છે.