કન્ટેનર ચાલકે વધુ પ્રયત્નો કરતા ફાટકની એન્ગલ સહિત આર.સી.સી. વર્ક ને પણ ભારે નુકસાન થયું
રેલવે અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું
મહા મહેનતે કન્ટેનરને બહાર કઢાયું, રેલવે ફાટકને ભારે નુકશાન
રેલવે દ્વારા ફાટકને નુકસાની પગલે કન્ટેનર ચાલક સામે કાર્યવાહી
ભરૂચ. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર રેલવે ફાટકમાં કન્ટેનર ફસાય જતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાતા દોડધામ મચી ગઇ હતી. રેલવે અને સ્થાનિક તંત્રે ભારે જહેમત બાદ કન્ટેનરને બહાર કાઢતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આવતી મસમોટી મશીનરીઓ, લોડિંગ-અનલોડિંગ માટે આવતા ભારદારી વાહનોને કારણે અવાર-નવાર ઘટનાઓ ઘટતી રહે છે. થોડા સમય પેહલા જ દયાદરા રેલવે ફાટકમાં 100 ફૂટથી પણ લાંબુ કન્ટેનર ફસાતા ભરૂચ, જંબુસર, નબીપુર તરફનો ટ્રાફિક કલાકો સુધી અટકી ગયો હતો.
શનિવારે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ઉપર એક કન્ટેનર રેલવે ફાટકમાંથી પસાર થતી વેળા તેની વધુ ઊંચાઈ ના કારણે ઉપર લગાવેલી એંગલ માં ફસાયું હતું. કન્ટેનર ચાલકે વધુ પ્રયત્નો કરતા ફાટકની એન્ગલ સહિત આર.સી.સી. વર્ક ને પણ ભારે નુકસાન થયું હતું. જોતજોતામાં રેલવે અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું.
બનાવને પગલે ચોકડી પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મહા મહેનતે રેલવે ફાટકમાં ફસાયેલા કન્ટેનરને બહાર કાઢવામાં આવ્યું હતું. કન્ટેનર જંબુસર તરફથી ભરૂચ આવી રહ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. રેલવે દ્વારા ફાટકને નુકસાની પગલે કન્ટેનર ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.