• ઘર બહાર રહેલા બાળકને આરોપી લઈ ગયા બાદ રડતો છોડી જતા પરિવાર સામે હકીકત બહાર આવતા આઘાત
  • આરોપીની ગામમાંથી જ ધરપકડ કરી પોલીસે પોસ્કો હેઠળ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો નોંધ્યો ગુનો

Watchgujarat. જંબુસરના સામોર દારૂડિયા પતિના ત્રાસથી 2 સંતાનની માતા પિયર જતી રહ્યા બાદ ફળિયામાં રહેતા 5 વર્ષના બાળકને પોતાની વિકૃતિનો ભોગ બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટના બહાર આવી છે.

સામોર ગામે રહેતો કલ્પેશ મહેન્દ્ર રાઠોડના 2 વર્ષ પેહલા લગ્ન થયા હતા અને તેને 2 સંતાનો પણ છે. દારૂની લત ધરાવતો કલ્પેશ મારઝૂડ પણ કરતો હોય તેની પત્ની કંટાળી પિયર જતી રહી હતી.

દરમિયાન પોતાના જ ફળિયામાં રહેતો સમાજનો 5 વર્ષનો માસૂમ બાળક ઘરની બહાર ઉભો હોય કલ્પેશ તેને પોતાની સાથે લઈ ગયો હતો. થોડીવાર પછી રડતા બાળકને તેના ઘર બહાર છોડી તે જતો રહ્યો હતો.

પરિવારે રડતા પોતાના દીકરાને જોતા સમગ્ર હકીકત બહાર આવતા તેઓ ડઘાઈ ગયા હતા. ઘટના અંગે જંબુસર પોલીસ મથકે કલ્પેશ રાઠોડ સામે ફરિયાદ નોંધવતા ગામમાંથી જ આરોપીને ઝડપી પડાયો હતો.

દારૂની લત ધરાવતા કલ્પેશએ 5 વર્ષના બાળકને પોતાની વિકૃત વાસનાનો ભોગ બનાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અંગે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ જંબુસર CPU ચલાવી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud