• કાચા કામના કેદીએ ચેકિંગ ટીમને જોઇ મોબાઇલ બાથરૂમમાં ફેંક્યો
  • બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કેદી પાસે મોબાઈલ આવ્યો ક્યાંથી તેની તપાસ હાથ ધરી

WatchGujarat. ભરૂચ સબજેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડના ચેકીંગમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે. જેલમાં મોબાઈલ ઘુસાડવામાં કોઈ સ્ટાફની સંડોવણી છે કે નહીં તેમજ કેદી મોબાઈલનો ઉપયોગ કોઈ ગુનાહિત કામને અંજામ આપવા કરવાનો હતો કે શું તે અંગે વધુ તપાસ ચલવાઈ રહી છે.

અમદાવાદથી આવેલી ઝડતી સ્ક્વોર્ડે ભરૂચ સબજેલમાં ચેકિંગ કરતાં એક કેદીએ તેની પાસેનો મોબાઇલ બાથરૂમમાં ફેંકી દીધો હતો. જોકે ટીમે તે જોઇ જતાં મોબાઇલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સબજેલમાં અમદાવાદની અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટી કચેરીની ઝડતી ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાનમાં ટીમે સલામતી યાર્ડમાં ઝડતી કરવા જતાં બેરેકમાં રહેલાં 4 કાચા કામના કેદીઓ પૈકીના દિપક રમેશ ગોયલ નામના કેદીએ તેની પાસેનો મોબાઈલ બાથરૂમમાં ફેંકી દીધો હતો.

ઝડતી ટીમના હવલદાર અરજણસિંહ રાઠોડે મોબાઈલ ફેકતા કેદી ને જોઇ જતાં બાથરૂમમાં ફેંકેલો મોબાઇલ જપ્ત કરી કેદી દિપક ગોયલને પકડી તેની પુછપરછ કરી હતી. જોકે, તેણે કોઇ ચોક્કસ વિગતો આપી ન હતી. જેના પગલે ઝડતી ટીમે મોબાઇલ રાખવા બદલ કેદી દિપક ગોયલ વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી મોબાઇલનો ઉપયોગ કોઇ ગુનાઇત પ્રવૃત્તિ માટે કરવામાં આવ્યો હતો કે કેમ તેમજ મોબાઇલ સબજેલમાં ઘુસાડવામાં કોઇ પોલીસકર્મીની સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud