• સરદાર સરોવરમાં SRP ની ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે ઝેર ગામ તરફ જતી બોટ ને અટકાવવા જતા 2 શખ્સો કૂદીને ભાગી ગયા
  • સાગબારા બોર્ડરથી દારૂ ઘુસાડવાનું મુશ્કેલ થતા બુટલેગરોની જળમાર્ગે લાવવાની કોશિશ પર SRP એ પાણી ફેરવ્યું
  • ₹1.50 લાખની બોટ સહિત કુલ ₹2.97 લાખનો મુદ્દામાલ કબજર કરાયો

WatchGujarat. સરદાર સરોવર નર્મદા ડેમ ઘણો સંવેદનસીલ વિસ્તાર હોય બુટલેગરો એ સરદાર સરોવરનો જળમાર્ગે નર્મદામાં દારૂ પહોંચાડવાની કોશિશ કરતા ડેમ સુરક્ષા સંભાળતી SRP નર્મદા બટાલિયને આ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ₹1.50 લાખની બોટ સાથે દારૂ-બિયરનો ₹2.97 લાખનો જથ્થો કબ્જે કરાયો હતો. જ્યારે 2 આરોપી સુરક્ષા કર્મીઓને જોઈ બોટ છોડીને નાસી છૂટ્યા હતા.

નર્મદા બંધ પર સુરક્ષા સંભાળતા નર્મદા બટાલિયન SRP ગ્રુપના DYSP ચિરાગ પટેલ ની સૂચનાથી સરદાર સરોવર ના ઉપરવાસમાં કોઈ  ગેરપ્રવૃત્તિ નથી થતી જે જોવા સૂચના આપી એક ટિમ સુરક્ષા બોટ લઈને SRP જવાનો પેટ્રોલીગ કરી રહ્યા હતા.

ઝેર ગામના કિનારા તરફ એક કેસરી બોટ જતા જોઈ એટલે પેટ્રોલીગ બોટ તેમનો પીછો કરી ઉભા રહેવાની તાકીદ કરી હતી. બોટમાં બેઠેલા 2 શકશો બોટમાંથી કુદી ભાગી ગયા હતા. જોકે સુરક્ષા જવાનોએ બોટ પાસે જઈને જોયું તો બોટમાં વિદેશી દારૂ ભરેલ હતો. 15 દારૂની પેટીઓ અને ત્રણ મિણિયા થેલામાં મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. નાવડી, મોબાઈલ તેમજ દારૂ અને બિયર મળી કુલ 2,97,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. નાસી છૂટેલા 2 બુટલેગરોની તપાસ હાથ ધરાઈ છે.

અગાઉ પણ જમીન માર્ગે દારૂ અને લાકડાની હેરફેર બંધ થતાં નર્મદા જિલ્લામાં બુટલેગરોએ સરદાર સરોવરનો જળમાર્ગ અપનાવી દારૂની હેરફેર સાથે લાકડાની તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. જોકે નર્મદા ડેમના સરદાર સરોવરમાં બોટ મારફતે પેટ્રોલિંગમાં રહેતા SRP જવાનોએ આવી ગેરકાયદે પ્રવૃતિઓ અગાઉ પણ ઝડપી પાડી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud