• ભરૂચની દેરોલ ચોકડી નજીક ચેકીંગમાં ટેલરીંગ કામ કરતો મોહંમદ સીરાજ અંસારી હથિયારો અને 3 મોબાઈલ સાથે પકડાયો
  • દેશના અલગ અલગ રાજ્યો સાથે મલેશિયા 2 વર્ષ રહેનાર મોહંમદ સેરાજ અંસારી આર્થિક લાભ માટે હથિયાર લાવ્યો હોવાની કેફિયત
  • હાલ આમોદ રહેતા આરોપીનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જાણવા વતન દિલ્હી અને પટનામાં તપાસ

Watchgujarat. ભરૂચ LCB એ દેરોલ ચોકડીથી ટ્રાવેલ બેગમાં 2 દેશી પિસ્તોલ, 19 જીવતા કારતુસ અને 2 ખાલી મેગ્ઝીન, 3 મોબાઈલ સાથે હાલ આમોદના ભીમપુરા અને મૂળ દિલ્હી તેમજ પટનાના મહોમદ સેરાજ અંસારીને ઝડપી પાડ્યો છે.

તાજેતરમાં સાયખા જીઆઇડીસીમાં અંગત અદાવતે બિહારથી પિસ્તોલ લાવી જ્યૂબીલન્ટ કંપનીના ટેક્નિશયનની હત્યા કરાઈ હતી. ગેરકાયદે હથિયારો અન્ય પ્રાંતમાંથી જિલ્લામાં ઘુસાડી ગુનાહિત ઘટનાઓને  અપાતા અંજામ ઉપર નજર રાખવા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી LCB, SOG અને જિલ્લા પોલીસ સક્રિય થઈ હતી.

દરમિયાન LCB ની ટીમને મળેલી બાતમીના આધારે PI જે.એન.ઝાલા, PSI પી.એસ. બરંડા, એ.એસ.ચૌહાણ, વાય.જી. ગઢવી, બાલુભાઈ, ગણપતસિંહની ટીમે દેરોલ ચોકડી ઉપરથી એક આરોપીને ટ્રાવેલબેગમાં રહેલા હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યો છે. ટેલરિંગ કામ સાથે સંકળાયેલો મોહંમદ સેરાજ અનવર ઉર્ફે સીરાજ મંજોર આલમ અંસારી હાલ આમોડના ભીમપુરમાં એકતાગ્રીન સોસાયટીમાં રહે છે.

મૂળ સુભાષ માર્કેટ કોટલા મુબારકપુર, દિલ્હી અને મુસ્લિમ રાઘવપુર, પટના રહેતો મોહંમદ અંસારી પટનાથી દેશી બનાવટની 2 પિસ્તોલ, 2 ખાલી મેગજીન, 7.65 MM ના જીવતા 19 કારતુસ સાથે 3 મોબાઈલ મળી કુલ ₹ 61,610 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ આરોપી આર્થિક લાભ માટે હથિયાર વેચવા લાવ્યો હોવાની કેફિયત બયાન કરી રહ્યો છે. જોકે આરોપી 2 વર્ષ મલેશિયા સહિત દેશમાં અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરો ચુક્યો હોય ત્યારે LCB દિલ્હી અને પટનામાં તેનો ક્રિમિનલ રેકર્ડ તપાસી રહી છે.

સાથે જ આ હથિયારો ક્યાંથી કોની પાસેથી ખરીદી ભરૂચમાં ક્યાં આપવાના હતા અને સીરાજે અગાઉ પણ હથિયારોની હેરફેર કરી છે કે નહીં તેની તપાસ ચલવાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud