• મહાદેવનું પૂજન કોઢની બિમારીમાંથી છુટકારો અપાવતું હોવાની લોકવાયકા
  • 2200 વર્ષ જુના મંદિરની રચના એવી રીતે કરાઇ છે કે, સુર્યોદય સમયે પહલુ કિરણ શિવલીંગ ઉપર પડે છે
  • સદીઓ પહેલા ભિક્ષુકાનંદ મહારાજે અહીં તપ કર્યાનો નર્મદા પુરાણમાં ઉલ્લેખ

WatchGujarat. નર્મદા નદીના કિનારે અસંખ્ય શિવાલયો આવેલા છે. કદાચ એટલે કહેવાય છે કે નર્મદા કે નીરમે જીતને કંકર ઉતને શંકર નર્મદાના તટે અનેક પુરાતનકાળના શિવાલયોનું અસ્તિત્વ આજની પેઢીઓ વિસરવા લાગી છે. આવુ જ એક આશરે 2200 વર્ષ જુનુ અતિ પૌરાણિક એવું કૈવલ્યનાથ મહાદેવનું મંદિર ભરૂચના નવચોકી ઓવારા વિસ્તારમાં આવેલું છે.

નર્મદા પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા કૈવલ્યનાથ મહાદેવની ગાથામાંવર્ણવામાં આવ્યું છે કે જે કોઇ કોઢથી પિડીત ભાવિક ભજતી4 ભાવથી કૈવલ્યનાથ મહાદેવનું પૂજન કરશે તેને કોઢની બિમારીમાંથી છુટકારો મળશે. મંદિરમાં બે શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. જેમાંથી એક શિવલીંગ રૂદ્રનાથ મહાદેવનું છે. કૈવલ્યનાથ મહાદેવ શિવલીંગની વિશેષતા એ છે કે શિવલીંગ પર જળાભિષેક કરવામાં આવે તો ચમત્કારીક રીતે એક અર્ધ ચંદ્રની આકૃતિ ઉપસી આવે છે. જે અલૌકિક છે. તેમજ મંદિરની રચના પુરાતન કાળથી એવી રીતે કરવામાં આવી છે કે સુર્યોદય થતાં સૂર્યની પહેલી કિરણ શિવલીંગ પર પડે છે.

આ નજારો જોતાં લાગે છે કે ઉગતા સૂર્યદેવ જાતે પોતાના કિરણોથી શિવલીંગ પર અભિષેક કરતાં હોય. મંદિરની સ્થાપનાર્થે તેમણે જણાવ્યું હતું કે સદીઓ પહેલા અવતરેલા ભિક્ષુકાનંદ મહારાજે અહી તપ કર્યું હતું. તેમણે કૈવલ્યનાથ મહાદેવના શિવલીંગનો જીર્ણોદ્ધાર કર્યો હતો. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણ થયેલો છે. મંદિરમાં સંસ્કૃત ભાષામાં મુકાયેલી તકતીમાં પણ આની નોંધ કરવામાં આવી છે. મંદિરમાં આવેલી ગણેશજીની અને હનુમાનજીની મુર્તીઓ અલભ્ય છે. અતિ પૌરાણિક એવી આ મૂર્તિ‌ઓનાં ગણેશજીની મૂર્તિ‌માં તેમની સાથે રિદ્ધી અને સિદ્ધી બિરાજમાન છે. હનુમાનજીની મૂર્તિ‌માં તેમનું મુખ દક્ષિણ તરફનું છે જે અતિદુર્લભ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud