• ભરૂચના ઉતરાજ ગામે વૃદ્ધ અન્ય કામમાં વ્યસ્ત હતો અને બાળકે બે વખત ગલ્લામાં હાથ નાખી તમામ રૂપિયા ખિસ્સામાં મૂકી દીધા
  • બાળકની નાદાની સમજી વૃદ્ધ સંચાલકે પોતાનું બડપન બતાવી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું

WatchGujarat. એક બાળક અનાજની ઘંટીએ દળામણ લેવા જાય છે અને વૃદ્ધ સંચાલક કામમાં વ્યસ્ત હોય બાળકની નજર ટેબલના ગલ્લા ઉપર બગડે છે. ગલ્લામાંથી વૃદ્ધની જાણ બહાર બે વખત ડ્રોવર ખોલી તમામ રૂપિયા ખિસ્સામાં સેરવી લે છે. વૃદ્ધ કામમાં વ્યસ્ત અને બાળક આ ચોરી કરતી વખતે ત્યાં લાગેલા CCTV થી અજાણ હોય છે. જે બાદ બાળકને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને વૃદ્ધ પણ પોતાની ઉદારતા બતાવે છે.

હાંસોટના ઉતરાજ ગામે અનાજ દળવાની ઘંટીએ દરણું દળાવવા બાળક આવ્યો હતો. વૃદ્ધ સંચાલક અન્ય કામમાં વ્યસ્ત હોય બાળકે ગલ્લો ખોલી તેમાં રહેલા રૂપિયા કાઢી લીધા હતા. બીજી વખત ફરી ગલ્લામાં હાથ નાખી અંદર રહેલા છુટા છવાયેલા રૂપિયા પણ લઈ ખિસ્સામાં મૂકી દીધા હતા. વૃદ્ધ પાસેથી પોતાનું દળેલું અનાજ લઈ તેના નાણાં ચૂકવી બાળકે પોતાના ઘર તરફ ચાલતી પકડી હતી.

જે બાદ ઘંટીમાં અનાજ દળાવવા આવેલી મહિલા અને બીજા કામમાં વૃદ્ધ વ્યસ્ત થઈ જાય છે. થોડા સમય પછી વૃદ્ધએ ગલ્લામાં જોતા તેઓને ધ્રાસકો પડ્યો હતો. ગલ્લામાંથી તમામ રૂપિયા સફાચટ થઈ ગયા હોય તરત સીસીટીવી તપાસ્યા હતા. સીસીટીવી જોતા બાળક બે વખત ગલ્લામાંથી રૂપિયા કાઢી પોતાના ખિસ્સામાં મુકતા જોઈ ઘંટીના સંચાલક એવા વૃદ્ધને વધુ આઘાત લાગ્યો હતો. અનાજ દળાવવા આવેલું બાળક ગલ્લામાં હાથ નાખી ચોરી કરી ગયું છે અને તેના સીસીટીવી બહાર આવ્યા હોવાની વાત ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી.

જોકે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ બાળક ચોરેલા રૂપિયા પરત આપી જતા વૃદ્ધએ પોતાની ઉદારતા બતાવી બાળકની નાદાની ગણી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud