• ઝાડેશ્વરથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી CR પાટીલનો 4 KM લાંબો ભવ્ય રોડ શો
  • વિરાટ પેજ પ્રમુખ સંમેલનમાં MP એ કહ્યું BJP માટે ચૂંટણી જીતવી ખૂબ જ સરળ થઈ ગયું છે

WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભરૂચમાં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ વિરાટ સંમેલનમાં BJP અધ્યક્ષ CR પાટીલની પેહલી વખત એન્ટ્રી અને રોડ શો માં 1500 થી વધુ બાઇક ચાલકોએ જોડાઈ 4 KM સુધીનો રોડ શો કર્યો હતો.

હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પ્રદેશ અધ્યક્ષ પોહચે તે પેહલા મંચ પરથી સભાને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, BJP માટે ચૂંટણી જીતવી ખૂબ જ સરળ થઈ ગયું છે.

ચૂંટણી છે એટલે સાવધાની રાખવી પડે ભાઈ, દુષમન ને કમજોર ન ગણી શકાય. ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ-BTP ની મિલીભગત હતી તો પણ ગુજરાત સરકારે વિકાસના તમામ કાર્યો કર્યા છે.

જિલ્લામાં વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયત BTP ની હતી જેમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે. BTP- કોંગ્રેસની તાલુકા પંચાયત હોવા છતાં ગુજરાત કે ભારત સરકારે ટ્રાયલ વિસ્તારમાં વિકાસ કામો માટે કોઈ કસર છોડી નથી. છતાં ભ્રષ્ટચાર કરી વિકાસ થી આદિવાસી લોકોને વંચિત રાખવાનો આક્ષેપ કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud