• બંને ભાઈઓના શરીર પર લાકડીના સપાટાના નિશાન
  • એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થાય તે પહેલાં ઇજાગ્રસ્તોને રૂપિયાના બંડલો અપાયા હોવાના વાયરલ વિડીયોથી ધમાચકડી
  • હોસ્પિટલના બેડ ઉપર રૂપિયાના બંડલોની લેવડ દેવડ, સિવિલમાં નોંધાયેલી વર્દીના આધારે હવે પોલીસ શુ કાર્યવાહી કરે છે તેના ઉપર નજર
  • સમજાવવા જતા અમને અપશબ્દો બોલી તૂટી પડતા અમે પણ તૂટી પડયા હતા, સિવિલમાં મેં પૈસા મોકલ્યા નથી સરપંચની કેફિયત
Gujarat, Bharuch Civil Hospital
Gujarat, Bharuch Civil Hospital

Watchgujarat. ભરૂચ તાલુકાના પારખેત ગામે મહિલાની મેટરમાં નવીનગરીમાં સરપંચ સમજાવવા જતા તેમની ઉપર ગાળોનો વરસાદ કરી 2 ભાઈઓ તૂટી પડ્યા બાદ સામે પણ સરપંચ સહિત 15 થી વધુ ગ્રામજનો 2 ભાઈઓ ઉપર લાકડીના સપાટા લઈ વરસી પડ્યા હતા. બન્ને ભાઈઓને ઢોર માર માર્યા બાદ સારવાર અર્થે સિવિલમાં લવાતા સમાધાન કરવા અને એટ્રોસિટી સહિત ફરિયાદ નહિ નોંધાવવા બેડ ઉપર જ રોકડા અઢી લાખના નખાયેલા બંડલોનો વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી સામાન્ય મારામારીમાં પણ હત્યાના બનાવ બની જતા હોય છે ત્યારે તાલુકાના પારખેત ગામે જ ગામના સરપંચ સહિત 15 થી વધુના ટોળાએ 2 ભાઈઓને લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાના કારણે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડ્યા હતા.

ઇજાગ્રસ્તો ફરિયાદ ન કરે તે માટે હુમલાખોર ભરૂચ સિવિલ હોસ્પિટલ સુધી રૂપિયાના બંડલો આપવા આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે પોલીસ સમગ્ર બાબતે શું ભૂમિકા ભજવે છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પારખેત ગામે બસ સ્ટેન્ડ નજીક 2 સગા ભાઈ રમેશભાઈ મોતીભાઈ સોલંકી તથા જશવંતભાઈ મોતીભાઈ સોલંકી ઉભા હતા. દરમિયાન ગામના સરપંચ ઈલ્યાસભાઈ લારીવાળા તથા તેમનો છોકરો તેમજ તેનો ભાઈ અને અન્ય 15 થી વધુ અજાણ્યાના ટોળાઓએ લાકડીના સપાટાઓ લઇ ધસી આવી બંને ભાઈ ઉપર લાકડીના સપાટાઓની વર્ષા કરતા બંને ભાઈ ના શરીર ઉપર લાકડીના સપાટા નિશાનોથી ગંભીર ઇજાઓ થઈ હતી.

જેના કારણે બંને ભાઈઓને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે મામલો પોલીસ મથકે ન પહોંચે તે માટે હુમલાખોરોએ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં તેઓના બેડ ઉપર દોડી આવી રૂપિયાના બંડલો આપી મોઢું બંધ કરાવવાના પ્રયાસો કર્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા છે.

જોકે ઇજાગ્રસ્તો અનુસૂચિત જાતિના હોવાના કારણે હુમલાખોરોને એટ્રોસિટી એક્ટની કલમ લાગે તેવી દહેશતના પગલે ઇજાગ્રસ્તોને રૂપિયા આપી ફરિયાદ ન દાખલ કરવા માટે ધમકીઓ અપાયો હોવાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા છે. હોસ્પિટલના બેડ ઉપર 500-500 ના 2 અને 100 નું 1 બંડલ મળી ₹2.5 લાખ ઇજાગ્રસ્તોને ઓફર કરવાના વિડીયોએ આ ઘમાસાણમાં અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલી પોલીસ વર્દીના આધારે સ્થાનિક પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

બીજી તરફ પારખેતના સરપંચ ઇલ્યાસભાઈએ રોકડાના બંડલ કોણ સિવિલના બેડ હોવાનું અને પોતાના પગે પણ લાકડીના સપાટા વાગ્યા હોય ઘરે હોવાનું કહી સમગ્ર બબાલ મહિલાને લઈ તેના પિતા એ સમજાવવા કહેતા ઘટી હોવાની કેફિયત રજૂ કરી હતી. જેમાં 2 ભાઈઓ પૈકી એક એ તેમના ઉપર ગાળો વરસાવી તૂટી પડતા અન્ય ગ્રામજનો પણ વચ્ચે પડતા ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. જયારે ઇજાગ્રસ્ત 2 ભાઈઓએ બબાલ અને રૂપિયાના બંડલો અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud