વેજલપુર વિસ્તારમાં પોપટીખાડીની ઘટના, મોટા ભાઈનું વડોદરા સારવાર વેળા મોત
બી ડિવિઝન પોલીસે સગા નાના ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો
WatchGujarat. ભરૂચમાં કોરોના કહેર વચ્ચે વેજલપુર વિસ્તારના પોપટી ખાડીમાં ખૂની ખેલ ખેલાયો હતો. મજૂરીના નાણાં મુદ્દે નાના ભાઈ એ જ સગા મોટા ભાઈ સાથે ઝઘડો કરી પેટમાં ચાકુ ઘુસાડી દઈ હત્યા કરી નાખી હતી.
ભરૂચ શહેર ના વેજલપુર વિસ્તારમાં આવેલ પોપટીખાડી નજીક રહેતા નટવર ચુનીલાલ મિસ્ત્રી ઉ.વ 45 નો તેઓ ના જ સગા નાના ભાઈ સતીષ ચુનીલાલ મિસ્ત્રી સાથે મજૂરીના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. જોત જોતા માં બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા સતીષ મિસ્ત્રીએ મોટા ભાઈ નટવરને પેટના ભાગે ચપ્પુ ના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ઘટનામાં ઇજાગ્રસ્ત નટવર ભાઈ મિસ્ત્રીને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં થી વધુ સારવાર માટે વડોદરા ખાતે લઇ જવાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટના સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે સતીષ ચુનીલાલ મિસ્ત્રી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા છે, તો બીજી તરફ સગા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કર્યા હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.