• વાલિયા GEB ના 3 જુનિયર એન્જીનિયરોએ 1993 માં 10 દિવસમાં વીજ ચોરીના 5 કેસ કર્યા હતા
  • તત્કાલીન CM સ્વ. ચીમન પટેલ JDU માંથી ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાતા વિરોધ કરતા રાજકીય અદાવત રાખી ફરિયાદો કરાઈ : છોટુ વસાવા
  • ધારોલી ગ્રામ પંચાયતના બોરમાંથી લાઇન જોડી ગેરરીતિ કરાતી હોવાની શંકાના આધારે વીજ ચોરીની ફરિયાદ થઈ હતી

WatchGujarat ઝઘડિયા BTP ના MLA છોટુ વસાવાને 28 વર્ષ જુના વીજ ચોરીના 5 કેસમાં ઝઘડિયા કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1993 માં ધારાસભ્ય પર 10 દિવસમાં જ વીજ ચોરીના 5 કેસ GEB ના 3 જુનિયર ઇજનેરોએ કર્યા હતા. JDU ના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલ જનતા દળ માંથી ધારાસભ્યોને કોંગ્રેસમાં લઈ જતા તેનો વિરોધ કર્યો હોય જેની રાજકીય અદાવત રાખી ફરિયાદો કરવામાં આવી હતી તેમ છોટુભાઈ વસાવાએ જણાવ્યું છે.

 

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પર વર્ષ 1993 માં તેમના ગામ ધારોલી ગ્રામ પંચાયતની બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરાતી હોવાના શક ના આધારે 3 ફરિયાદો GEB વાલિયાના જુનિયર એન્જિનિયર કે.એમ. પરમાર તથા એમ.એ ભાવસાર દ્વારા જોઈન્ટ માં કરવામાં આવી હતી. બીજી 2 વિજ ચોરીની ફરિયાદો આર.પી. ગોટાવાલા તથા એમ.એ ભાવસાર દ્વારા MLA છોટુ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. છોટુભાઈ વસાવા પર 10 દિવસમાં થયેલી 5 ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં ચાલતી હતી.

ગુજરાત હાઇકોર્ટ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના મુજબ 5 વર્ષ જૂના તમામ કેસોને રેડ માર્કિંગ કરવાનો હુકમ કરેલ હોય આ કેસ પાંચ વર્ષ જૂનો હોય અને રેડ માર્કેટિંગ કરવામાં આવે છે તેવી નોંધ પણ કરવામાં આવી હતી પરંતુ આ કેસો ફરીથી રિઓપન કરવામાં આવ્યા હતા. 28 વર્ષથી વધુ ચાલેલા આ વીજ ચોરીના કેસમાં શુક્રવારે ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાના ને તમામ 5 કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે.

BTP MLA છોટુ વસાવા એ જણાવ્યું છે કે, જ્યારે જનતા દળ JDU નું શાસન ગુજરાતમાં હતું ત્યારે ચીમનભાઈ પટેલ દ્વારા જનતા દળના ધારાસભ્યોને લઈ કોંગ્રેસ માં સામેલ થઈ ગયા હતા. તેમની સાથે હું કોંગ્રેસમાં નથી ગયો તેથી આ ખોટા કેસ કરી મને ફસાવવા માટે સાજીશ કરી હતી.

પહેલા કોંગ્રેસે અને હવે ભાજપે તે સાજીસ કરી છે. યેનકેન પ્રકારે સત્તા મેળવી રાખવા આવા લોકો પેતરા કરતા હોય છે જેનો આજે ચુકાદો આવી ગયો છે અને કોર્ટ દ્વારા મને તમામ કેસોમાં નિર્દોષ છોડવામાં આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud