• કોરોના મહામારીના કપરા કાળમાં પણ કોરોના મુક્ત રહ્યું સેવાયજ્ઞ સમિતિનું આશ્રયસ્થાન
  • સિવિલ હોસ્પિટલ સંકુલમાં જ શેડ બનાવી નિરાધાર, બીમાર, ગરીબ, વૃદ્ધો સહિત 80 લોકોના આશ્રયસ્થાનમાં કોરોનાની 2 વર્ષથી નો-એન્ટ્રી
  • નિસહાય લોકોને સારવાર, આશરો, ભોજન અને સંભાળ રાખવાનો 24 વર્ષથી ચાલતો સેવાયજ્ઞનો તમામ સ્ટાફ પણ સંક્રમિત નહિ

WatchGujarat. વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરે કઈ કેટલાયના પરિવાર વિખેરી નાખ્યા, કેટલાય બેરોજગાર બન્યા, કોરોનાકાળના સમયમાં સ્મશાન પણ સુના નથી પડ્યા. ત્યારે ભરૂચ શહેરનો નાનકડો એવો વિસ્તાર જ્યાં સેવાકાર્યની ધૂણી ધખે છે.જ્યા 80 જેટલા નિરાધાર વૃદ્ધોની સેવા કરવામાં આવે છે, તે વૈશ્વિક મહામારી કોરોનાની પેહલી અને બીજી લહેરમાં પણ મોતના તાંડવ વચ્ચે કોરોના મુક્ત રહ્યો હતો.

કોરોના બીજી લહેરમાં ઓક્સિજનની અછત, વેન્ટિલેટર તેમજ કોવિડ સેન્ટરોની ઓછી સંખ્યાના પગલે ભરૂચમાં મોત આંકડો વધ્યો હતો.પણ ભરૂચ નો નાનકડો એવો વિસ્તાર જે કોરોના જેવી મહામારીના મોતના તાંડવઃ વચ્ચે પણ કોરોના મુક્ત રહ્યો છે.

ભરૂચની આમ જનતા માટે જે જનરલ હોસ્પિટલ છે તેને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલ જેમાં કોવિડના રાત દિવસ દર્દીઓ આવતા જતા હતા. જ્યાં RTPCR ટેસ્ટ માટે લાઈનો લાગતી હતી,ત્યાંથી નજીક જ 80 જેટલા નિરાધાર વૃદ્ધોની સેવા કરતી સેવાયજ્ઞ સમિતિનું આશ્રય સ્થાન આવેલ છે. જનરલ હોસ્પિટલ માં આવતા જતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ સાથે ત્યાંથી કોરોનામાં મૃત્યુ પામેલના નીકળતા મૃતદેહો છતાં સેવાયજ્ઞ સમિતિનું 80 જેટલા વૃદ્ધોનું આશ્રય સ્થાન કોરોના મુક્ત રહ્યું તે આશ્રયજનક કહી શકાય. ખરેખર સેવાયજ્ઞ સમિતિની ટિમએ ઉમદા કામગીરી કરી લોકસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સેવાયજ્ઞ સમિતિના મુખ્ય સંચાલક રાકેશભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર કોરોનાના કપરાકાળમાં દરેક આશ્રિત નિરાધારનું ઓક્સિજન ચેક કરવામાં આવતું હતું, તેમને સમયસર દવા આપવામાં આવતી હતી સાથે ડોકટરની સલાહ મુજબ દવા સાથે વિટામિન સી સૂર્યસ્નાન કરાવવામાં આવતું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સંકુલમાં જ હોવા છતાં કોરોનાનો એક પણ કેસ ન હોવો એ આશ્રયજનક કહી શકાય.

સેવાયજ્ઞ સમિતિ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સંકુલમાં છેલ્લા 24 વર્ષ ઉપરાંતથી કાર્યરત છે. જેના દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાને સવાર સાંજ હાઈજેનિક, ડાયટ અને મશીન મેઇડ નિઃશુલ્ક ભોજન અપાઈ છે. સાથે જ બનાવેલા શેડમાં તરછોડાયેલા, બીમાર, વૃદ્ધ, નિરાશ્રીતોને આશરો આપી તેમની સાર સંભાળ, સારવાર કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud