• મામા-ભાણેજ કોંગ્રેસ-ભાજપ એકબીજાની B ટીમ, આપણને ગુલામ બનાવવા માંગે છે
  • ગુજરાતની સિયાસતમાં પોલિટિકલ વેક્યુમ-વિકલ્પ તરીકે AIMIM-BTP
  • ઓબામા ની જેમ નરેન્દ્ર મોદી એ તમામ ખેડૂતોને પણ પોતાના ઘરે બોલાવી ચા પીવડાવી કૃષિ કાયદો રદ કરવો જોઈએ
  • ઓબામાની જેમ ઘરે બોલાવવી ચા પીવડાવી કૃષિ કાયદો રદ કરવો જોઈએ

WatchGujarat. ગુજરાત શાહ કે મોદીનું નથી, ગુજરાત ગાંધીનું છે, ગાંધીના ગુજરાતથી પહેચાન. નરેન્દ્ર મોદી કે અમિત શાહ ગાંધીથી મોટા નથી અને ક્યારેય બની શકે નહીં, હું ભારતનો બાઈજ્જત બાશિંદો (નાગરિક) કોઈ પણ ખૂણામાં જઇ શકું, સંવિધાને આપેલા હક અને વંચિતોના વિકાસ માટે ગુજરાત આવ્યો હોવાનું AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી એ ભરૂચમાં મહાસભાને સંબોધતા જણાવ્યું હતું.

મોદી-શાહના ગુજરાતમાં તમે કેમ આવ્યા તે સવાલ અંગે મંચ પરથી જવાબ આપતા ઓવૈસી એ જણાવ્યું હતું કે, ગુજરાત ભારતનો હિસ્સો છે. હું ભારતનો નાગરિક છું અને મને સંવિધાને હક આપ્યો છે દેશના કોઈપણ ખૂણા માં જવા અને ચૂંટણી લડવા. ગુજરાત મોદી-શાહનું છે તે ખોટું છે. ગુજરાત ગાંધીનું છે અને ગાંધી થી મોટા ક્યારેય અમિત શાહ કે નરેન્દ્ર મોદી હતા નહિ અને બની શકે નહીં.

ગુજરાત છોટુ ભાઈ વસાવાનું છે, આદિવાસીઓનું, મુસ્લિમોનું, વંચિતો, દલિતો, ગરીબો, OBC અને તમામ પ્રજાનું છે. વર્ષોથી ગુજરાતમાં મામા-ભાણેજ કોંગ્રેસ-ભાજપની પાર્ટી જેઓએ લોકોને ગુલામ બનાવી ને રાખ્યા છે. કોંગ્રેસ-BJP એકબીજાની પીઠ ખંજવાળતી B ટીમ છે. 3G માંથી 4G થયેલા કોંગ્રેસ-ભાજપ કદી એકબીજાથી અલગ નહિ થાય તેમ કહી આ બન્નેના પોલિટિકલ વેક્યુમ-વિકલ્પ તરીકે AIMIM – BTP આવી છે. જે સંવિધાન બચાવવા સાથે આદિવાસીઓ, મુસ્લિમો, દલિતો, OBC અને વચિતોને તેઓના હક અપાવશે.

AIMIM અને BTP ને સત્તાથી ભાજપ-કોંગ્રેસની જેમ મહોબ્બત નથી, એ વાંચીતોના ન્યાય માટે લડવા આવી છે. આજે ગુજરાતમાં BTP સાથે AIMIM ના ગઠબંધનનો પહેલો કદમ પડ્યો છે ત્યાં તો દુષ્મન કાપવા માંડ્યા છે. 70 વર્ષમાં જેણે પણ આપણે વોટ આપી મંત્રીઓ બનાવ્યા તેઓ સંત્રીઓ જ નીકળ્યા છે. બિહારમાં મજલીસ ગયું તો બેન્ડ, બાજા પાર્ટી શરૂ થઈ ગઈ હતી કે વોટ કાપશે.

નરેન્દ્ર મોદી કહે છે કે તેઓ ગરીબીમાંથી ઊંચા આવ્યા છે તો, ગરીબ ખેડૂતોની વેદના પણ સમજવી જોઈએ. દેશના અન્નદાતાને ઊંચા લાવવા અને જીવવા દેવા ઓબામાની જેમ ઘરે બોલાવવી ચા પીવડાવી કૃષિ કાયદો રદ કરવો જોઈએ તેમ અંતમાં PM ને આ પહેલ કરવા પણ દરિયા દિલી બતાવવા ઓવૈસીએ કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud