• પહેલા શ્રવણ ચોકડી ઉપર 80 કરોડના ખર્ચે અઢી વર્ષ પહેલાં ફ્લાયઓવર મંજુર કરાયો હતો
  • હવે જંબુસર ચોકડી, શ્રવણ, ABC સર્કલને જોડતો ફ્લાયઓવર લાબવાયો
  • શુ આ નવો ફ્લાયઓવર બનતા શહેરની ટ્રાફિક સમસ્યા હલ થશે

WatchGujarat. ભરૂચ શહેર અને જિલ્લામાં કાયમ માટે ટ્રાફિકનો પ્રશ્ન વર્ષોથી માથાના દુખાવા સમાન રહ્યો છે. સ્ટેટ, નેશનલ હાઇવે હોય કે શહેરના ટ્રાફિકની આંતરિક સમસ્યા હોય શહેરીજનો હમેશા ટ્રાફિકની સમસ્યાને લઈ ટ્રસ્ટ રહ્યાં છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી કે હાલની ભુપેન્દ્ર પટેલની સરકાર રહી હોય. પણ વર્ષોથી ભરૂચ જિલ્લા તેમજ સમગ્ર રાજ્ય અને દેશની પ્રજા માટે નેશનલ હાઇવે નંબર 48 અને સ્ટેટ હાઇવે સહિત શહેરના આંતરિક માર્ગ ઉપર સર્જાતી ટ્રાફિકનો સવાલ વર્ષોથી જૈસે થે રહ્યો છે.

નેશનલ હાઇવે ઉપર વાદ વિવાદ વચ્ચે કેબલ બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ બની જવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તો ઉદ્યોગિક ગઢમાં ભરૂચ અને અંકલેશ્વરમાં શહેરના 6 લાખ વાહનો ઉપરાંત અન્ય રાજ્યોના વાહનોને લઈ રોજે રોજ કતારો લાગી રહી છે.

ત્યારે અગાઉ અઢી વર્ષ પહેલાં શહેરની શ્રવણ ચોકડી ઉપર મંજુર કરાયેલા ₹80 કરોડ ઉપરાંતના ખર્ચે ફલાઓવર મંજુર થયો હતો. જેને હવે જંબુસર બાયપાસ ચોકડીથી શ્રવણ, નંદેલાવ, ABC ચોકડી થઈ ₹375 કરોડના ખર્ચે 3.5 કિલોમીટર લાંબો લંબાવવામાં આવ્યો છે. જેના માટે હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, માર્ગ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પુરણેશ મોદીનો ભરૂચના ધારાસભ્ય અને ઉપદંડક દુષ્યંત પટેલ આભાર વ્યક્ત કરી રહ્યાં છે. જોકે આ ફ્લાયઓવર ક્યારે બનશે અને ત્યાં સુધીમાં શહેરમાંથી પસાર થતી ટ્રાફિક સમસ્યા કેવુ સ્વરૂપ ધારણ કરશે તે તો આવનાર સમય જ બતાવશે. અને 2022 ની વિધાનસભા ચૂંટણી પેહલા તેની ટેન્ડરિંગ અને કામગીરી શરૂ થાય છે કે નહીં તેના ઉપર પણ લોકોની નજર કેન્દ્રિત થઈ છે.

Facebook Comments Box

Videos

Our Partners