• રાજપુત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ભાજપની અગત્યની બેઠકમાં પંજાને રામ રામ કહી પૂર્વ પટ્ટીના કોંગી આગેવાનો કમળના સથવારે
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભરૂચ તાલુકા કોંગ્રેસમાં વેરવિખેર શરૂ
  • વિવિધ યુવા સંગઠનો અને રાજકીય પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો

WatchGujarat. સ્થાનિક સ્વરસજની ચૂંટણીની શનિવારે જાહેરાત ના ગણતરીના કલાકોમાં જ રવિવારે સવારે ભરૂચ જિલ્લા ભાજપની રાજપૂત છાત્રાલય ખાતે મળેલી બેઠકમાં 9 જેટલા કોંગી અને શિવસેનાના આગેવાનોએ તેમના 200 સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપાના પ્રભારી પ્રફુલ પાનસેરિયાએ 200 થી વધુ આગેવાનો અને કાર્યકરોને ભાજપાનો ખેસ પહેરાવ્યો હતો. શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી હતી. બેઠકમાં શિવસેના ના પ્રમુખ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી પણ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પણ પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.

ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ, ભોલાવ પંચાયતના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ, જયદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના માજી સભ્ય સરોજબેન ચૌહાણ, યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ યોગેન્દ્ર તડવી, અંકલેશ્વર પાલિકાના વૉર્ડ નંબર 5 ના પર્વ નગરસેવકો, શિવસેના ના પ્રમુખ વિરલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શિવસેનાના યુવાનો, ભોલાવ, ઝાડેશ્વરમાંથી કોંગ્રેસ પક્ષમાંથી 8 હોદ્દેદારો તેમજ 200 થી વધુ કાર્યકર્તાઓ, હલદરવાના સરપંચ અને સભ્યો, ચવાજ ગામના આગેવાનો, અંકલેશ્વરના કોંગ્રેસ નગરસેવકોએ પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લેતા ભરૂચ ભાજપના પ્રમુખ મારુતિસિંહ આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી, નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસંગ ગોહિલ, દિવ્યેશભાઈ પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ હાજરી આપી હતી. ઝાડેશ્વર ગામના કોંગી આગેવાન અને તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ કોશિક પટેલે જણાવ્યું હતું કે, હિન્દૂ વિચારધારાના પ્રવાહમાં જોડાય ભાજપ સાથે આગળ વિકાસ કૂચ વધારવા સમર્થકોની લાગણી ને માન આપી જોડાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud