ભરૂચ પાલિકામાં અપક્ષ પેનલ ઉતારનાર મનહર પરમાર, પૂર્વ મહિલા કોર્પોરેટરને બરતરફ કરાયા
અંકલેશ્વર કિસાન મોરચાના ઉપપ્રમુખ સહિત 2 સભ્યે પંચાયતની બેઠક પર પત્નીને અપક્ષ ઉતારી
અંદાડા પંચાયત સીટ પર એક સભ્યની પાર્ટી વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી તો અન્ય એ BJP વિરુદ્ધ કામગીરી
ભરૂચ જિલ્લા BJP પ્રમુખે 9 બલવાખોરને સક્રિય સભ્ય તરીકે દૂર કર્યા
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રથમ મહાનગરપાલિકા રાઉન્ડમાં ભાજપે 6 એ કોર્પોરેશન પર ભગવો લહેરાવી દેતા જ ભરૂચ જિલ્લા ભાજપમાં પણ ચૂંટણીમાં ટિકિટ નહિ મળતા અપક્ષ દાવેદારી કરનાર-કરાવનાર 9 સભ્યોને 6 વર્ષ માટે BJP માંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ભરૂચ જિલ્લા ભાજપે 6 મહાનગર પાલિકા માં BJP ની ભવ્ય જીતનું જશન પાંચબત્તી ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી મનાવ્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલે કોર્પોરેશનમાં જે રીતે ભાજપ ની ભવ્ય જીત થઈ છે તેમ ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયતમાં પણ BJP વિજય પતાકા લહેરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. BJP માંથી ટિકિટ નહિ મળતા નારાજ થઈ પાલિકામાં અપક્ષ પેનલ ઉતારનાર, સાથે BTP, આપ અને કોંગ્રેસનો મતદારો સફાયો કરશે તેવો BJP એ દાવો કર્યો છે.
બીજી તરફ પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ અને પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં BJP ની ટિકિટ નહિ મળતા અપક્ષ ઉમેદવારી કરનાર કે કરાવનાર સામે ભાજપ દ્વારા બરતરફીનું શસ્ત્ર ઉગામાયું છે. ભરૂચ જિલ્લા BJP પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા દ્વારા ભરૂચ પાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહિ મળતા અપક્ષ પેનલ ઉતારનાર વોર્ડ નંબર 8 ના પૂર્વ સભ્ય મનહર પરમાર, હેમાબેન પટેલ, સતીષ મિસ્ત્રી, નિકુંજ ભટ્ટ, રઘુવીરસિંહ રાણા ને BJP પ્રાથમિક તથા સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
અંકલેશ્વરમાં અંદાડા તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક પર પક્ષ વિરુદ્ધ જઇ પોતાની પત્નીને અપક્ષ ઉમેદવારી કરાવવા બદલ રમેશ આહીર અને જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ દિનેશ પટેલને બરતરફ કરી દેવાયા છે. અંકલેશ્વરની જ અંદાડા જિ. પં. ની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનાર કૌશિક પરમાર અને નીતિન વસવાને પાર્ટી વિરુદ્ધ ચૂંટણીમાં કાર્ય કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં છે.