• જિલ્લાના આગેવાનોએ 182 કમળ નો હાર પહેરાવ્યો
  • વિવિધ સમાજ, સંગઠનો, ઔદ્યોગિક મંડળો દ્વારા BJP અધ્યક્ષનું સ્વાગત
  • રાજ્યમાં અન્ય રોડ શો અને સંમેલનોની જેમ ભરૂચમાં પણ માસ્ક વગર જ જોવા મળ્યા CR પાટીલ
  • ભવ્ય રોડ શો કર્યા બાદ સભા સ્થળેથી પેજ પ્રમુખોને કર્યું કાર્ડ વિતરણ

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે શનિવારે સાંજે ભરૂચમાં વિરાટ પેજ પ્રમુખ સંમેલન થકી ભાજપ અધ્યક્ષ CR પાટીલે ભવ્ય રોડ શો થકી સભા સ્થળે એન્ટ્રી કરી હતી.

હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તેમની એન્ટ્રી થતા જ કમળના બનાવાયેલા હાઇડ્રોલિક સ્ટેજ પર CR પાટીલ ને ઉભા રાખી ડ્રોન થી પુષ્પવર્ષા કરાઈ હતી. જે બાદ ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા તેમને આગામી વિધાનસભાની 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે 182 કમળનો હાર પહેરાવવામાં આવ્યો હતો. વિવિધ સંગઠનો, સમાજ, ઔદ્યોગિક વસાહતોના પ્રતિનિધિઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

સભા સંબોધતા પેહલા CR પાટીલ દ્વારા 20000 પેજ પ્રમુખોને પ્રતીકાત્મક કાર્ડ વિતરણ કરાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud