• નાનપણથી જેણે ક્રિકેટને જ પોતાનું સર્વસ્વ માન્યું, 12 વર્ષની ઉંમરે ભરૂચ તાલુકાનું સરનાર ગામ છોડી વડોદરા ક્રિકેટ સાથે જોડાયા
  • મિડકલ કલાસ મેરિવાલાના પરિવારમાં પત્ની, એક પુત્રી, માતા-પિતા, 2 બહેનો અને ભાઈ
  • IPL 21 ની હરાજીમાં રૂ. 20 લાખમાં દિલ્હીએ ખરીદનાર લુકમાન ધો.10 પાસ
  • ઇન્ડિયા 11 માં સ્થાન પામી ટીમ ઇન્ડિયા માટે રમવાનું લુકમાનનું લક્ષ્યાંક

WatchGujarat. ભરૂચ તાલુકાના સરનાર ગામના ખેડૂત પુત્ર લુકમાન મેરિવાલાને IPL 21 માટે દિલ્હીની ટીમે રૂ. 20 લાખમાં ખરીદતા સરનાર સહિત ભરૂચ જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. લુકમાન મેરિવાલાના પિતા ઈકબાલભાઈ ખેડૂત છે. જ્યારે માતા ગુહિણી છે. તેઓને 2 બહેનો અને 1 ભાઈ છે. તેમના લગ્ન પણ થઈ ગયા છે અને 3 વર્ષની દીકરી પણ છે.

નાનપણથી જ લુકમાનને ક્રિકેટનો જબરજસ્ત ક્રેઝ હતો. ક્રિકેટના શોખના દિવાના લુકમાન ધો. 10 સુધી અભ્યાસ કર્યા બાદ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા 12 વર્ષની ઉંમરે વડોદરા આવી ગયા હતા. તેઓ 2003 થી વડોદરા ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા છે. વડોદરા તરફથી 40 જેટલી રણજી મેચ રમી ચુક્યા છે. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચી ચુક્યો છે. લુકમાનની પસંદગી થતા તેના પરિવારમાં અને સરનાર ગામે ઉત્સવનો માહોલ સર્જાયો છે.

લુકમાનની 44 ટી20માં 6.72ની ઇકોનોમી, 3 વખત 5 વિકેટ ઝડપી

લુકમેન મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી -20 માં 8 મેચમાં 6.52 ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી . 29 વર્ષના મેરીવાલાએ 17 ફર્સ્ટ ક્લાસ મેચ , 31 એ લિસ્ટ મેચ અને 44 ટી -20 મેચ રમી છે. 44 ટી -20 મેચમાં 6.72 ની ઈકોનોમીથી 3 વખત પાંચ વિકેટ મેળવી અને કુલ 72 વિકેટ ઝડપી છે.

IPL માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, એક દિવસ દેશ માટે રમવાની ઈચ્છા

સ્પેસ બોલર લુકમાને તેની પસંદગીથી ખૂબ ખુશ હોવાનું જણાવ્યું હતું. અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઇડર્સ દ્વારા પણ તેને બોલાવવામાં આવ્યો હતો. તમામ ફ્રેન્ચાઇઝી તેના પ્રદર્શનથી ખુશ હતી . દિલ્હી કેપિટલે પસંદગી કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવી હતી. આગામી દિવસોમાં આઇપીએલમાં રમી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક દિવસ દેશ માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud