• ગુજરાતમાં આદિવાસી, મુસ્લિમ, દલિત, OBC સહિતના વંચિતો વોટ દાલને વાલે નહિ, વોટ હાંસિલ કરને વાલે બને : AIMIM અસદુદ્દીન ઓવૈસી
  • આદિવાસીઓથી શીખો ગુજરાતના મુસ્લિમો વર્ષોથી BJP-RSS નું શાસન છતાં BTP ના છોટુ વસાવાનું આધિપત્ય
  • ભરૂચમાં AIMIM સુપ્રીમો ઓવૈસીની પેહલી એન્ટ્રી અને સભાથી ઠેર ઠેર ચક્કાજામ
  • ભરૂચની સરજમીન અહેમદ પટેલની કોંગી નેતાને યાદ કરી, તેઓના કાર્યો બિરદાવ્યા
  • 2500 થી વધુ બાઇકો, 1000 થી વધુ કાર અને 6000 ની મેદની ઉમટી

WatchGujarat. ગુજરાતના મુસ્લિમોને આદિવાસીઓથી શીખવાની નશીહત પણ AIMIM ના ઓવૈસીએ આપી હતી. વર્ષોથી ગુજરાતમાં BJP-RSS નું શાસન હોવા છતાં BTP ના છોટુ વસાવાનું આધિપત્ય અકબંધ છે. તેઓ 7 ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે અને સંવિધાન માટે લડી રહ્યા છે.

આદિવાસીઓની લડાઈ BJP – કોંગ્રેસ સામે છે જે તેમનો જ મોટો ભાઈ આદિવાસી છોટુ વસાવા લડી શકે અને વર્ષોથી અનેક કેસો, એન્કાઉન્ટરની ધમકી છતાં લડત ચલાવી રહ્યા છે. પુરા ભારતમાં કોઈ બદનામ હોય તો આ દિવાનો ટોપી પહેરેલ અને દાઢી ધારી છે જે તમારા સામે ઉભો છે કહી, સંવિધાન બચાવવા આપણે સત્તામાં આવવું પડશે , જે માટે BTP- AIMIM ના ગઠબંધનને ચૂંટણીમાં દિલથી વધાવી લેવા ઓવૈસી એ સનુંરોધ કર્યો હતો.

સાથે જ પોતે જબનના ગંદા હોવાનું જણાવી, કોઈ ધર્મના વિરોધી નહિ હોવાનું પણ સભા સમક્ષ કહ્યું હતું. ભરૂચની સરજમીન સ્વ. એહમદ પટેલની કહી, તેઓ માટે દુઆઓ પઢી તેમના કાર્યો ને સરાહીયા હતા.

ભરૂચમાં ગુજરાતમાં ફરીથી આવીશ, બાર બાર આવીશ અલ્લાહ જીવતો રાખશે ત્યાં સુધી આવીશ કહી ઉમટેલી મેદનીનો આભાર માન્યો હતો. ગુજરાત અને ભરૂચમાં પ્રથમ વખત ઓવૈસીનું આગમન અને સભાને લઈ તેમને સાંભળવા તેમજ AIMIM -BTP ના ગઠબંધનમાં શક્તિ પ્રદર્શન કરવા 6000 થી વધુની મેદની ઉમટી હતી. જેમાં મુસ્લિમો અને આદિવાસીઓ સાથે સમર્થકો જ વધુ હતા. રેલીમાં 1000 થી વધુ કાર, 2500 થી વધુ બાઈકના કારણે શહેરમાં ઠેર ઠેર રાજકીય ચક્કાજામ જોવા મળ્યો હતો.

BTP સુપ્રીમો MLA છોટુ વસાવા એ જાહેર સભામાં સંબોધન કર્યું હતું કે, દેશમાં હાલ નરેન્દ્ર મોદી સરકારનું જે રાજ ચાલે છે તે લોકો માટે નહીં પરંતુ કોર્પોરેટ સેકટર માટે છે. ભારતની બધી જ જમીનો વેચાઈ રહી છે. સંવિધાન અને દેશને બચાવવાની લડાઈમાં સાથ આપવાનો છે. આપણે તૈયાર રહેવાનું છે, કોઈથી ડરવાનું નથી. મોદી સાહબ ક્યાં કર રહે હે દેશ મેં, વો સબ કો પતા હે, કહી આ સરકાર, ગધા ઘોડે પે અને ઘોડા ગધે પે જેવી હોવાનો કટાક્ષ કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud