• ભરૂચ શહેરના જયોતિનગર રોડ પર મહિલા કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઇ રસ્તાની વચ્ચે ચુલો બનાવ્યો
  • રાંધણગેસ અને ખાદ્યતેલના ભાવ વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસની બહેનોએ માર્ગ પર ચુલ્હો સળગાવ્યો

#Bharuch : મોંઘવારીનો અનોખો વિરોધ - જાહેરમાં સળગાવ્યા ચૂલા, કોંગ્રેસ પાસે વિરોધ માટે પણ કાર્યકરો નહિ

WatchGujarat. ભરૂચના જયોતિનગરના મુખ્ય રોડ પર અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવોમાં થયેલા વધારાના વિરોધમાં ભરૂચમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તાની વચ્ચે ચુલો બનાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો.

#Bharuch : મોંઘવારીનો અનોખો વિરોધ - જાહેરમાં સળગાવ્યા ચૂલા, કોંગ્રેસ પાસે વિરોધ માટે પણ કાર્યકરો નહિ

ભાજપે 2014માં મોંઘવારી ઘટાડવા સહિતના વાયદાઓ કરી સત્તા મેળવી હતી પણ હવે મોંઘવારીએ માઝા મુકતાં ગરીબ અને મધ્યમવર્ગ કફોડી હાલતમાં મુકાય ગયો છે. રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવ કુદકેને ભુસકે વધી રહયાં છે. જીવન જરૂરીયાતની વસ્તુ ગણાતાં ગેસ તેમજ તેલના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે.

#Bharuch : મોંઘવારીનો અનોખો વિરોધ - જાહેરમાં સળગાવ્યા ચૂલા, કોંગ્રેસ પાસે વિરોધ માટે પણ કાર્યકરો નહિ

ભરૂચ શહેરના જયોતિનગર રોડ પર મહિલા કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઇ રસ્તાની વચ્ચે ચુલો બનાવ્યો હતો. તેમણે ભાજપ તથા કેન્દ્ર સરકારની હાય બોલાવી હતી. સરકારની નિષ્ફળતાના કારણે મહિલાઓને ફરી ચુલો સળગાવવો પડે તેવી નોબત આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. વિરોધ કરી રહેલ કોંગ્રેસના મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

વિરોધ પ્રદર્શનમાં માત્ર ગણ્યા ગાંઠયા કાર્યકરો જ જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લાઆ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભાવ વધારાના વિરોધમાં યોજાયેલ કાર્યક્રમમાં માત્ર ગણ્યા ગાંઠયા 10 મહિલા કાર્યકરો જ જોવા મળ્યા હતા તો તેની સામે પોલીસનું સંખ્યા બળ વધારે હતું.

More #કોંગ્રેસ #Congress #oppose #price #hike #issue #uniquely #Bharuch news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud