• જિલ્લા પંચાયત 34 બેઠકો, 9 તા.પ.182 બેઠકો, 9.30 લાખ મતદારો, 1116 મતદાન મથકો
  • 4 પાલિકા, 33 વોર્ડ, 132 સભ્યો, 247 મતદાન મથકો, 2.64 લાખ મતદારો
  • પ્રથમ દિવસે જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતમાં પણ એક પણ ઉમેદવારે ખાતું ન ખોલાવ્યું
  • ભાજપના ગઢ માં ગાબડું પાડવા કોંગ્રેસ, AIMIM-BTP, AAP, જનતા અપક્ષ, HND સહિતના પક્ષો મેદાને
  • ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ અસંતુષ્ટો પણ અપક્ષ તરીકે ઝપલાવે તેવી વકી

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સોમવારથી પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે ચૂંટણીમાં ઉમેદવારી કરવાની શરૂઆત થઇ છે. ભરૂચ જિલ્લાની 4 નગર પાલિકા ચૂંટણી માટે પેહલા દિવસે 267 ફોર્મનો ઉપાડ થયો હતો. જોકે એક પણ ફોર્મ ભરાઈ ને પરત આવ્યું ન હતું.

ભરૂચ જિલ્લામાં આ વખતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓમાં ભારે રસાકસી જોવા મળશે. રવિવારે જ AIMIM ના ઓવૈસીએ BTP છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં પ્રવેશી પેહલી જાહેરસભા યોજી હતી.પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આ વખતે ભાજપનો ગઢ ગણાતી ભરૂચ પાલિકા ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે ઝુકાવવા AIMIM-BTP, આપ, હિન્દુસ્તાન નિર્માણ દળ, અપક્ષ જનતા પાર્ટી સહિત ઝપલાવી રહ્યા છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મથી જીતતા ઉમેદવારોને ટિકિટ નહીની ફોર્મ્યુલા જાહેર કરી છે. જેને લઈ પાલિકાની ચૂંટણીમાં કેટલાક જુના અને વરિષ્ઠ આગેવાનો કપાઈ તેમ છે. કોંગ્રેસમાં પણ આંતરિક જુઠબંધી અને સ્વ. અહેમદ પટેલના નિધન બાદ સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે. બન્ને પક્ષોએ સેન્સ લીધા બાદ ટિકિટ માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. હવે ઉમેદવારોના નામો જાહેર કરતા પહેલા બન્ને પક્ષો ટિકિટ બાદ સર્જનારા સંભવિત ડેમેજને કન્ટ્રોલ કરવામાં લાગી ગયા છે.

સોમવારે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ભરૂચ પાલિકા માટે 116 ફોર્મનો ઉપાદ થયો હતો. જોકે એક પણ ફોર્મ ભરાઈ ને પરત આવ્યું ન હતું. ભરૂચ પાલિકાના 11 વોર્ડ માટે 44 સભ્યોની યોજાનાર ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પુરુષ 80227, સ્ત્રી 78352, અન્ય 12 મળી કુલ 158591 મતદારો માટે 148 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સાથે ચૂંટણી અધિકારીઓની પણ પાલિકા વાર નિમણુંક કરી દેવાઈ છે.

અન્ય 3 પાલિકાઓમાં જંબુસર પાલિકા માટે 98, અંકલેશ્વરમાં 50 અને આમોદ પાલિકા ચૂંટણીમાં માત્ર 3 ફોર્મનો ઉપાડ થયો હતો. જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે તંત્ર દ્વારા 1162 મતદાન મથકો ઉભા કરાયાં છે જેના પરથી 9.30 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 1 જિલ્લા અને 9 તાલુકા પંચાયતમાં પણ પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud