પડોશીએ ફોન કરતા પિતાએ દોડી આવી પુત્રને છોડાવી, પૂર્વ પત્ની સામે નોંધાવી ફરિયાદ
કોઈક વસ્તુ ઘરમાં લઈ આવ્યો હોવાની જાણ થતા માતા જયશ્રીબેને પુત્રને ઓઢણીથી રૂમમાં એક થાંભલે બાંધી માર્યો
પડોશીએ નાના બાળકનો જોર જોરથી રડવાનો અવાજ સાંભળતા બાળકના પિતા રવિ વસાવાને ફોન કરી જાણ કરી
નર્મદા. જિલ્લાના વડું મથક રાજપીપલામાં સગી જનેતા જ પોતાના 8 વર્ષના માસૂમ પુત્ર માટે જલ્લાદ બની હોવાની ઘટના ગુરુવારે બની હતી. પુત્ર બહારથી કઈ લઈ આવતા માતા એ ઓઢણી વડે પુત્રને ઘરમાં થાંભલે બાંધી ગરમ સળિયાના ડામ આપ્યા હતા. પડોશીએ ફોન કરતા પિતા દોડી આવી ઘરમાં બંધક બનાવેલા પુત્રને છોડાવી પોતાની પૂર્વ પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાજપીપળાના નવા ધાબા ફળિયામાં રહેતા 28 વર્ષીય રવિ ચંપક વસાવાના પ્રેમ લગ્ન નજીકમાં જ ટેકરા ફળિયામાં રહેતી જયશ્રી જયંતિભાઈ સોની સાથે થયા હતા. કોઈક કારણોસર બન્નેવના છુટા છેડા થઈ ગયા હતા. લગ્નજીવન દરમિયાન એમને પુત્ર રત્ન જન્મ્યો હતો, છુટા છેડા બાદ પુત્ર માતા જયશ્રી સાથે રહેતો હતો.
8 વર્ષીય પુત્ર ક્યાંકથી કોઈક વસ્તુ ઘરમાં લઈ આવ્યો હતો. જેની જાણ થતા માતા જયશ્રીબેને પુત્રને ઓઢણીથી રૂમમાં એક થાંભલે બાંધી દીધો હતો. જુલમી બનેલી માતાએ આટલેથી નહિ અટકી પુત્રને ગરમ સળિયાથી શરીરે ડામ આપ્યા હતા. જે બાદ ઘરની બહાર તાળું મારી પુરી દીધો હતો.
પડોશીએ નાના બાળકનો જોર જોરથી રડવાનો અવાજ સાંભળતા બાળકના પિતા રવિ વસાવાને ફોન કરી જાણ કરી હતી. પિતા તુરંત દોડી આવી પોતાના 8 વર્ષીય પુત્રને યાતનામાંથી બચાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પિતા રવિ ચંપક વસાવાએ આ મામલે પૂર્વ પત્ની જયશ્રી વિરુદ્ધ રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માતા વિરુદ્ધ નાના બાળક પર શારીરિક યાતના ગુજારી ત્રાસ આપવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.