• મારા પક્ષવાળા મારો અનાદર કરતા, મને સસ્પેન્ડ કરવાના હતા તેના કરતાં પક્ષમાંથી રાજીનામુ આપી દીધું
  • ભાજપના સિનિયર પૂર્વ નગર સેવિકા ચંપા વસાવાએ BTPમાં જોડાયા બાદ કહ્યું પક્ષમાં હેરાનગતિ કરવામાં આવે છે
  • 60 વર્ષની BJP ફોર્મ્યુલા હેઠળ ટિકિટ કપાતા મહિલા આગેવાને રાજીનામુ આપ્યું
  • અંકલેશ્વર પાલિકા પૂર્વ નગરસેવક સંદીપ પટેલ અને સભ્ય સુધીર ગુપ્તા પર હેરાનગતિના આક્ષેપ કર્યા

WatchGujarat.  અંકલેશ્વરના પૂર્વ નગરસેવિકા ચંપા વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને BTP માં જોડાયા છે. તેઓએ પૂર્વ નગર સેવક સંદીપ પટેલ અને સુધીર ગુપ્તા દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ કર્યા છે.

ભાજપામાંથી વર્ષોથી કાર્યકર અને ત્યાર બાદ નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવતા અંકલેશ્વરના ચંપાબહેન વસાવાએ ભાજપા સાથે છેડો ફાડ્યો છે. તેઓ ગત ટર્મમાં વોર્ડ નંબર 7 માંથી જીત્યા હતા પરંતુ આ વખતે પ્રદેશ પાર્લામેન્ટ્રીની નવી ગાઈડ લાઈન મુજબ 60 વર્ષથી વધુ વયના ઉમેદવારને ટીકીટ નહિ આપવાનું નક્કી કરાતા તેઓનું પત્તું કપાયું છે. તેઓ આજે BTP માં જોડાયા છે. મીડિયા સમક્ષ ચંપાબેન વસાવા એ BJP પર ભડાસ કાઢતા જણાવ્યું હતું કે, મારી સામે 5 વખત હારેલીનો મારે પ્રચાર કરવાનો, હું કોઈની દબાયેલી નથી, મેં કોઈની પાસેથી 5 રૂપિયા લીધા નથી. વોર્ડ નંબર 7 માંથી જ BTP માંથી ઉભી રહી જીતીને બતાવીશ તેમ ચંપાબેન એ ઉમેરી છોટુભાઈ અમારા સમાજ નો માણસ છે અને તેની સાથે હું ચાલીસ તેમ કહ્યું હતું.

બે દિવસ અગાઉ તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવા એંધાણ હતા. પરંતુ તેઓએ હવે બી ટી પી નો આશરો લીધો છે. પક્ષ દ્વારા તેઓની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા. પૂર્વ નગર સેવક સંદીપ પટેલ અને સુધીર ગુપ્તા પર નામ જોગ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, બન્ને દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને સસ્પેન્ડ કરવાની ધમકી  આપવામાં આવે છે. સિનિયર મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવેલ આક્ષેપથી અંકલેશ્વરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud