• બપોરે પશુપાલક ખેડૂત પરિવાર ઘરમાં જમવા બેઠો ને પશુઓના ભાંભરવાનો અવાજ આવતા બહાર જોયું તો તબેલો ભડકે બળતો હતો
  • 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડી આગમાં ભડતું થતા ₹12 લાખથી વધુનું પશુધનનું નુકશાન
  • તબેલામાં રહેલા 28 પશુઓ પેકી બચવાયેલા 10 પણ ગંભીર દાઝેલી અવસ્થામાં
  • પશુપાલક ખેડૂત પરિવાર પાણીનો મારો ચલાવે તે પેહલા જ 15 મિનિટમાં ગ્રીન નેટ, વાંસના પંડાલ અને ઘાસચારાને લઈ સમગ્ર તબેલો ભસ્મીભૂત

WatchGujarat. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રવિવારે બપોરે અબોલ પશુઓ આકસ્મિક લાગેલી આગમાં ભડતું થઈ જવાની કરુણાતીકા સર્જાઈ છે. ગ્રીન નેટમાં વાંસ બાંધી બનાવેલા તબેલામાં વિકરાળ ભભૂકી ઉઠેલી આગે 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડીને માત્ર 15 મિનિટમાં જ ભડથું કરી દીધા હતા.

નેત્રંગ તાલુકાના કમ્બોડીયા ગામે રહેતા રામભાઈ રાપોલિયા એ પોતાની જમીનમાં 2 વર્ષ પહેલાં જ તબેલો બનાવ્યો હતો. ખેડૂત પરિવાર સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતો હતો. પશુપાલકના તબેલામાં ગ્રીન નેટ બાંધી વાંસથી તેને મજબૂતી પ્રદાન કરવામાં આવી હતી. જેથી પશુઓને તાપ, વરસાદ અને ઠંડી સામે રક્ષણ મળી શકે. તેઓના તબેલામાં કુલ 28 જેટલા પશુઓ હતા. તબેલામાં પશુઓના ખોરાક માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારા નો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો.

રવિવારે બપોરે તબેલા નજીક જ આવેલા પોતાના ઘરમાં રામભાઈ પરિવાર સાથે બપોરનું ભોજન લઈ રહ્યા હતા. જે વેળા અચાનક પશુઓના ભાંભારવાનો જોર જોરથી અવાજ આવતા ભોજન લઈ રહેલ ખેડૂત પશુપાલક અને પરિવાર જમવા પરથી ઉઠી બહાર દોટ લગાવી હતી.

ઘરની બહાર નીકળતા જ ભડકે બળતા તબેલા અને આગની ચપેટમાં તડપતા પોતાના પશુઓને જોઈ પરિવાર હચમચી ઉઠ્યો હતો. ભારે હૈયે પરિવારે આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાઓ સાથે ભડકે બળતા તબેલા અને અંદર રહેલા પોતાના 28 જેટલા અબોલ પશુધનને બચાવવા મરણ્યો પ્રયાસ કર્યો હતો.

પાણી નો સતત મારો ચલાવી વિકરાળ આગ અને પશુઓને બચાવવા ક્વાયત હાથ ધરી હતી. જોકે સૂકા ઘાસચારા, ગ્રીનનેટ અને વાંસ ના પાંડલ ને કારણે 15 મિનિટમાં જ બધુ બળી ને ખાખ થઇ ગયો ગયું હતું. ઘટનામાં 18 પશુઓ આગમાં બળી ને ભડથું થઈ ગયા હતા. જેમાં 9 ગાય, 8 વાછરડા અને 1 ઘોડી નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 10 પશુઓ ને બચાવી લેવાયા હતા. જોકે બચી ગયેલા પશુઓ પણ વત્તે ઓછે અંશે દાઝી જતા તેઓ પેકી કેટલાકની હાલત ગમભીર હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સાથે પશુ વિભાગની ટીમે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

તબેલામાં આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. ઘટન્સમાં ખેડૂતને ₹12 લાખથી વધુનું નુકશાન થયું છે. દાઝી ગયેલા પશુઓની ત્વરિત સારવાર માટે પશુપાલન વિભાગ દોડતું થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud