• લાકડીથી CCTV ઊંચા કરતા કેમેરામાં કેદ, ₹71000 ઉપરાંતની મત્તાની ચોરી
  • અંકલેશ્વરમાં દિવાળી ટાણે ચોરીનો ખેલ શરૂ

 

અંકલેશ્વર. રાજકમલ આર્કેટમાં સાગમટે 8 દુકાનના તાળા તૂટ્તા ખળભળાટ મચી ગયો છે. 3 જેટલા ચડી- બનિયાન ધરી તસ્કરોએ ત્રાટકી ₹ 71 હજાર ઉપરાંતની મત્તા ચોરી ગયા છે. શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આરંભી છે.

અંકલેશ્વર રાજકમલ આર્કેટમાં એક સાથે 8 દુકાનના તાળા તોડી ચડી બનીયાન ધારી તસ્કરો તરખાટ મચાવ્યો હતો. ચોરી કરવા આવેલ 3 જેટલા ચડી- બનિયાન ધરી તસ્કરો સીસીટીવી કેદ થઇ ગયા હતા.

દુકાનદારોના જણાવ્યા અનુસાર 3 થી વધુ તસ્કરો હતા. 8 દુકાન મળી કુલ ₹71 હજાર ઉપરાંત ની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. અંકલેશ્વર પોલીસ કેવડિયા માં બંદોબસ્ત માં વ્યસ્ત થઇ છે ત્યારે તકનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય બન્યા હતા.

એકતરફ શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યારે તસ્કરોને દિવાળી ટાણે મોકળું મેદાન મળ્યું હોય એમ એક સાથે 8 જેટલી દુકાનોમાં ત્રાટકયા હતા. અંકલેશ્વર શહેરની મામલતદાર કચેરી સામે આવેલ રાજકમલ કોમ્પ્લેક્ષની પ્રથમ માળે સાત અને બીજા માળે 1 મળી કુલ 8 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી.

તસ્કરોએ તમામ દુકાનોના શટર ઊંચકી અંદર પ્રવેશ કરી 71 હજારથી વધુના રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. ચોરીની ઘટના કોમ્પ્લેક્ષમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક તસ્કર કટર મશીન અને લાકડી લઈ અંદર આવે છે. જે બાદ કેમેરા બંધ કરી અન્ય તસ્કરો સાથે દુકાનનોમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઈ જાય છે. સવારે દુકાનદારો ધંધારોજગાર પર આવતા જ ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે ત્વરિત અસરથી શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને CCTV ફૂટેજ મેળવી ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. તેમજ ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ, ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદ થી તસ્કરોનું પગેરું મેળવાની તજવીજ આરંભી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud