– બેભાન અવસ્થામાં સિવિલમાં ખસેડાય

અંકલેશ્વર. તાલુકાના નવા કાસીયા ગામની યુવતીએ રવિવારે બપોરે જુના સરદાર બ્રિજના ચોથા ગાળામાંથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે નદીમાં રહેલા માછીમારોએ ડૂબતી યુવતીને બચાવી લઈ 108 માં સારવાર અર્થે બેભાન અવસ્થામાં ભરૂચ સિવિલમાં ખસેડી હતી.

અંકલેશ્વર તાલુકાના નવા કાસીયા ગામે   ભગત ફળિયામાં 22 વર્ષીય ઉપાસના કમલેશભાઈ પટેલ નામની યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. રવિવારે યુવતી જુના સરદાર બ્રિજ ઉપર આવી હતી. બપોરે 3 કલાકના અરસામાં જુના સરદાર બ્રિજના ચોથા ગાળા માંથી એકાએક યુવતી નર્મદા નદીમાં ભૂસકો માર્યો હતો.

આ નજારો બ્રિજ પરથી પસાર થતા વાહનચલકોએ જોતા તુરંત 108 એમ્બ્યુલન્સને બનાવની જાણ કરવામાં આવી હતી. બીજી તરફ નદીમાં બોટ લઈ નજીકમાં જ રહેલા માછીમારોએ યુવતીને જોતા નાવડી તેની પાસે લઈ જઈ તુરંત ડૂબતી યુવતીને હેમખેમ બહાર કાઢી હતી. દરમિયાન 108 પોહચી જતા યુવતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો એ તો તેના ભાનમાં આવ્યા બાદ જ પોલીસ નિવેદન લેશે ત્યારે બહાર આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud