• સરદાર સરોવરમાંથી 11 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યાં
  • નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાતા આસપાસના ગામોમાં તંત્ર દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી
  • નદી કાંઠે આવેલા નર્મદેશ્વર મહાદેવનુ મંદિર આજે સવારે ધસમસતા પાણીમાં તુટી પડતા સ્થાનિકોએ મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યાં હતા.
  • યાત્રાધામ ગરૂડેશ્વર ખાતે આવેલુ હતુ નર્મદેશ્વર મહાદેવનુ મંદિર

વડોદરા. સરદાર સરોવર ડેમાંથી 11 લાખ ક્યુસેક પાણી છોડાતા રેવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના પરિણામાં નદી કાંઠા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોનુ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં આજે સવારે વદીના ધસમસતા પાણીમાં નર્મદેશ્વર મહાદેવનુ મંદિર આંખના પલકારે તુટી પડતા પાણીના વહેણમાં વહી ગયું હતુ.

આ ઘટના આજ સવારની છે, યાત્રાધામ ગરૂડેશ્વર ખાતે આવેલુ નર્મદેશ્વર મહાદેવનુ પ્રાચીન મંદિર રેવાના પ્રવાહામાં હચમચી ગયું હતુ. જોકે મંદિર નજીક ઉભેલા સ્થાનિકોની નજર એકા એક મંદિરની દિવાલ પર પડી હતી. જેમાં મંદિરની એક તરફની દિવાલ છુટ્ટી પડતા તેમણે મોબાઇલ ફોનનો કેમેરો શરૂ કરી આ દ્રશ્યો કેદ કરવાના શરૂ કર્યાં હતા. જ્યાં માત્ર 5થી 7 સેકન્ડમાં આખુ મંદિર તુટી પડતા નર્મદા નદીમાં વહી ગયું હતુ.

મંદિર તુટી પડ્યાંની વાત વાયુવેગની સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. જેથી મોટી સંખ્યામાં જોવા માટે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યાં હતા. યાત્રાધામ ગરૂડેશ્વરમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં તૂટી પડતા સ્થાનિક તંત્ર પણ સ્થળ પર પહોંચી ગયું છે.

 

 

 

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !