દારૂ ભરેલી રાજસ્થાન પાર્સિંગની ટ્રક સાથે કુલ ₹29.87 લાખનો મુદ્દામાલ જપ્ત
ડ્રાઈવર કે કોઈ આરોપી મળ્યો નહિ, ટ્રકના રજીસ્ટ્રેશનના આધારે LCB કરશે તપાસ
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે ભરૂચમાં દમણથી દારૂની રેલમછેલ કરાવવા ઘુસાડતી દારૂની ટ્રકને LCB એ માંડવા ટોલટેક્સ પરથી ઝડપી પાડી છે.
રાજસ્થાન પાર્સિંગની ટ્રક માંથી દારૂનો ₹19.87 લાખનો જથ્થો તો મળી આવ્યો છે પણ પોલીસને ડ્રાઈવર કે અન્ય કોઈ આરોપી મળ્યો નથી. ક્રાઈમ બ્રાન્ચે ચૂંટણી ટાણે આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો, અને ક્યાંથી ક્યાં મોકલવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર માંડવા ટોલટેક્ષથી દારૂના ટ્રકને ગુરૂવારે એલ.સી.બી. એ ઝડપી પાડી છે. રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે ટ્રક ભરીને દારૂ કોણે મંગાવ્યો હતો તેને લઈ સવાલો ઉભા થયા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ય ટીમ દ્વારા મળેલ બાતમી આધારે માંડવા ટોલટેક્ષ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક નંબર RJ 31 GA 5107 ને કુલ મુદ્દામાલ કિંમત₹29.87 ને કબ્જે કરાઈ છે. ટ્રકમાંથી દારૂની અલગ અલગ બ્રાંડના 426 બોક્ષ ₹19.87 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જોકે ડ્રાઈવર કે અન્ય આરોપી પોલીસને હાથ લાગ્યા ન હતા.
આગળની તપાસ માટે અંકલેશ્વર શહેર પો.સ્ટે . સોંપવામાં આવેલ છે . અને આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પોહચાડવાનો હતો જે બાબતે સઘન તપાસ ચાલુ છે