• 17 ડિસેમ્બરના રોજ દિનુભા અને પ્રવીણભાઈ સહિત ચાર લોકોએ કર્યો હતો હિંસક હુમલો
  • 9 દિવસની સારવાર બાદ નિવૃત સરકારી કર્મચારી 65 વર્ષીય જશુભાઈ દયાલ ભાઈનું મોત
  • નવ નવ દિવસ સુધી રાજકીય ઈશારે આરોપીઓને પોલીસે છાવર્યા હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ
  • મૃતકના પુત્રોએ ASP અને તપાસ અધિકારી વિકાસ સુંડાને આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોવાની રજૂઆતો પણ કરી હતી
  • આરોપીઓ ખુલ્લે આમ ફરતા રહ્યા પણ પોલીસે ધરપકડ નહિ કરતા રોષ
  • ઝાડેશ્વર ની હોસ્પિટલ પર દલિત સમાજ દોડી આવ્યો
  • જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતકની લાશ ઉઠાવવાની ના પાડી
  • હોસ્પિટલની બહાર જ દલિત સમાજે રોડ પર બેસી જઈ દેખાવ કર્યા


WatchGujarat. ભરૂચના નિવૃત સરકારી કર્મચારી પત્ની સાથે 9 દિવસ પહેલા ભોલાવમાં કચ્છ સુપર સ્ટોર પર ખરીદી કરવા નિકળા હતા ત્યારે માથાભારે તત્વોએ કાઉન્ટર પર આઘા ખસવાની બાબતે ઝઘડો કરી આધેડને ઢોર માર માર્યો હતો. રાજકીય પીઠબળ ધરાવતા લુખ્ખા તત્વો વૃદ્ધને માર મારતા રહ્યા પણ આ અસામાજિક તત્વોના ભયથી તેમને બચાવવા કોઈ વચ્ચે પડ્યું ન હતું. આખરે પોલીસની ગાડી આવતા આરોપીઓ નાસી છૂટતા વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાયા હતા.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા નિવૃત રજિસ્ટ્રાર અને હાલ વકીલાત કરતા જશુભાઈ પત્ની સાથે ગત17 ડિસેમ્બરે ખરીદી માટે ગયા હતા. જ્યાં પ્રવીણ ભાઈ અને દલુભા નામના માથાભારે અને રાજકીય પીઠબળ ધરાવતા શખ્સોએ સુપર સ્ટોરના કાઉન્ટર પર ઝઘડો કર્યો હતો. જેઓ પાછળથી 3 થી 4 અન્ય લોકોને બોલાવી જાહેરમાં જ આધેડ ની ધુલાઈ કરી હતી. જે મારામારી ની ઘટના નજીક રહેલા CCTV માં રેકોર્ડ થઇ ગઇ હતી.

લુખ્ખા તત્વો વૃદ્ધને મારતા રહ્યા હતા પણ ભયના માર્યા અન્ય લોકો તેમને છોડાવવા વચ્ચે પડ્યા ન હતા. આખરે ત્યાં પોલીસની ગાડી આવી જતા જીવલેણ મારથી બચાવ્યા હતા. ગંભીર ઇજા સાથે વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું થાપા નું હાડકું તૂટી ગયું હોય તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી હતી.

બેહરેહમી પૂર્વક વૃદ્ધ પર જીવલેણ હુમલામાં C ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આરોપીઓ માથાભારે અને રાજકીય પીઠબળ ધરાવતા હોય પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરતા પરિવારજનો અને દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વૃદ્ધના પુત્રે સોશ્યલ મીડિયામાં પણ મુહિમ ચલાવી પોલીસ આરોપીઓને કેમ પકડતી નથી સહીતના સવાલો ઉઠાવ્યા હતા.

દરમિયાન 9 દિવસની ચાલતી સારવાર વચ્ચે જશુભાઈ એ દમ તોડી દેતા રવિવારે ઝાડેશ્વરની ખાનગી હોસ્પિટલ બહાર દલિત સમાજ અને પરિવાર ન્યાયની માંગ સાથે ધારણા પર બેસતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સી ડિવિઝન પોલીસ મથકના PI ઉનડકટ અને LCB પી.આઈ. ઝાલા ઘટના સ્થળે દોડી આવતા મૃતકના પરિવાર સહિત દલિત સમાજે પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કર્યા કરી વૃદ્ધના મોત ની ઘટનામાં જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય તુએ સુધી મૃતદેહ નહિ સ્વીકારવાની રજુઆત સાથે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ ઉઠાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud