- તબિયત સારી નહિ, કમરનો પ્રોબ્લમ, જેના કારણે નાના મગજ પર અસર : મનસુખ વસાવા
- પાર્ટી કે સરકાર માટે કોઈ નારાજગી નહિ
WatchGujarat. છેલ્લા 6 ટર્મ થી ભાજપ ના સાંસદ આદિવાસી નેતા અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની સમસ્યા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા મનસુખ વસાવા એ પોતાના ભાજપ પક્ષ તેમજ સાંસદ તરીકે રાજીનામાને લઈ અડગતા બતાવી છે. #Bharuch
રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવાસ સ્થાને મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓની તબિયત હવે સારી રહેતી નથી. સાંસદ તરીકે ઘણી જવાબદારી સાથે પ્રવાસ કરવો પડતો હોય છે. તેઓને કમરના પ્રોબ્લમ સાથે નાના મગજ પર અસર રહેતી હોય તેઓ કામગીરી કરી શકે તેમ નથી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોય ત્યારે ઘણો પ્રવાસ કરવાનો રહેશે.
સાંસદ તરીકે પોતાની જવાબદારી ને લઈ તેઓ તેમની નાદુરસ્ત તબિયત ને લઈ ન્યાય આપી શકે તેમ નથી. જેને પગલે ભાજપ પક્ષ અને સાંસદ સભ્ય તરીકે રાજીનામુ આપવાનું જાહેર કર્યું છે. તેઓના આ નિર્ણય પર તે અડગ રહેશે તેમ પણ જણાવ્યું છે.
વધુમાં સાંસદે કહ્યું છે કે, મારી ભાજપ પક્ષ કે સરકારને લઈ કોઈ નારાજગી નથી. મારા વ્યક્તિગત કારણો તેમજ નાદુરસ્ત તબિયત ને કારણે હું દોડધામ કે પ્રવાસ કરી શકું નહિ હોવાથી રાજીનામુ આપી રહ્યો છું. #Bharuch
મારી સાંસદ તરીકે જવાબદારી, ફરજ અને કામગીરીને લઈ હું પ્રજાને સંતોષ આપી શકતો નહિ હોવાથી આ કામગીરી માંથી મને મુક્તિ આપવાની માંગ સાથે મેં રાજીનામુ આપ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોન કે અન્ય રજૂઆતો કે કારણો તેમના રાજીનામાં માં જવાબદાર નહિ હોવાનું સાંસદે કહી, ભાજપ સરકાર લોકો માટે હકારતમાત્મક કામગીરી કરી રહી હોવાનું તેમજ દરેક સમસ્યાનો નિવેડો લાવી રહી હોવાનું અંતમાં ઉમેર્યું હતું.